- રાકેશ ટિકૈતને મારી નાંખવાની ધમકી
- આરાપીએ ફોન કરીને આપી ધમકી
- પોલીસે શરૂ કરી તપાસ
નવી દિલ્હી: ખેડૂત આંદોલનના અગ્રણી નેતા રાકેશ ટિકૈટને મારી નાંખવાની ધમકી(Death threat to rakesh tikait) આપવામાં આવી છે. જે બાદ ગાઝીયાબાદના કૌશાંબી પોલીસ સ્ટેશનમાં આ અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાકેશ ટિકૈતને ફોન પર ધમકી આપવામાં આવી છે જો કે તેમનો આ ફોન તેમની સિક્યોરિટીમાં તૈનાત ઉત્તરપ્રદેશના એક પોલીસ કર્મીએ ઉપાડ્યો હતો.
પોલીસે શરૂ કરી તપાસ
આ અંગે કૌશાંબી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. પોલીસે આ અંગેની ઓડિયો ક્લિપ પણ રાકેશ ટિકૈત પાસેથી મેળવી લીધી છે અને આ અંગે ફરીયાદ દાખલ કરીને (FIR lodged in kaushambi police station) તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલનના નેતાને રાકેશ ટિકૈટને આ અગાઉ પણ મારી નાંખવાની ધમકી મળી ચૂકી છે.
આ પણ વાંચો: Threat To Kill CM Yogi : મુખ્યપ્રધાન યોગી અને ભારતીય કિસાન મંચના પ્રમુખને મારી નાખવાની ધમકી, કેસ નોંધાયો