રાજસ્થાન : આ સમગ્ર કિસ્સો કાગઝની ફિલ્મ જેવો જ છે. વર્ષો પહેલા મહેશના પિતાને ઝેર પીવડાવ્યું મારી નાખવામાં આવ્યા(Murder for will) હતા. તેમજ તેની સાથે મહેશનું પણ ખોટું મરણનું પ્રમાણપત્ર બનાવરાવવામાં આવ્યું હતું. આ બધું તેમની પાસે રહેલી વસિયત હડપવા માટે કાવતરુ કરવામાં આવ્યું હતું. મહેશના સગાસબંધીઓ દ્વારા 19 વર્ષ પહેલા નકલી ડેથ સર્ટિફિકેટ બનાવી તેમની આખી મિલકત તેમના નામે કરી નાખી હતી. હવે આટલા વર્ષો પછી પરત ફરેલ મહેશ પોતાને જીવિત સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાલમાં તે કચેરીઓના ધક્કાઓ ખાઇ રહ્યો છે. તેમજ જિલ્લા પ્રશાસનને મદદ માટે અપીલ કરી રહ્યો છે.
જીવિતનું મરણ પ્રમાણપત્ર - સેવર પોલીસ સ્ટેશન વિસ્તારના શ્રીનગર ગામના રહેવાસી મહેશ ચંદ (પુત્ર સાહેબ સિંહ)એ અધિક જિલ્લા કલેક્ટર બીના મહાવરને એક મેમોરેન્ડમ આપ્યું છે. જેમાં તેને ભૂતકાળમાં બનેલી સમગ્ર ધટના વિશેની જાણકારી આપી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, તેના કાકા ધરમ સિંહ, વીર સિંહ, ગોવર્ધન, ધીરજ અને શિવલહરી શર્માએ તેના પિતાના મૃત્યુ પછી વર્ષ 2003માં તેનું (મહેશ ચંદનું) બનાવટી મૃત્યુ પ્રમાણપત્ર બનાવરાવ્યું હતું. તેની સંપૂર્ણ મિલકત તેમના નામે કરી દિધી છે.
પરીવારે કર્યા નોધારા - મહેશ ચંદના દસ્તાવેજો દર્શાવે છે કે તેનો જન્મ 1998માં થયો હતો. જ્યારે તેના પિતાનું અવસાન થયું ત્યારે તેની ઉંમર માત્ર 5 વર્ષની જ હતી. તેમના પરિવારે તેમની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું. નિર્દોષ મહેશને કથિત રીતે બંધક બનાવીને રાખવામાં આવ્યો હતો. દરેક જગ્યાએ ચોકીદારી હતી. 2016માં મહેશે 10માની બોર્ડની પરીક્ષા પણ પાસ કરી હતી.
સહાય માટે વિનંતી - મહેશના કહેવા પ્રમાણે, શાળાએ જતી વખતે પણ તેની ઉપર દેખરેખ રાખવામાં આવતી હતી. સરકાર તરફથી દિવ્યાંગ ક્વોટાનું પેન્શન મેળતું હતું તે પણ પરિવારજનોએ બંધ કરાવી દીધું હતું. તે હાલમાં તેની પત્ની અને માતા સાથે અન્ય જગ્યા પર વસવાટ કરે છે. તે ભરતપુર શહેરમાં એક દુકાનમાં કામ કરે છે. મહેશે જિલ્લા કલેક્ટર આરોપીઓ સામે કાર્યવાહી કરવા અને પોતાને જીવિત હોવાનું સર્ટિફિકેટ આપવાની વિનંતી કરી છે.