નવી દિલ્હીઃ દિલ્હીના શાહદરા જિલ્લાના ઝિલમિલ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં એક સાર્વજનિક શૌચાલયમાંથી(dead body of three year old innocent ) ત્રણ વર્ષના બાળકની મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. માહિતી બાદ વિવેક વિહાર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મૃતદેહ પાસેથી બાળકના અન્ડરગાર્મેન્ટ્સ, બિસ્કિટ અને કેટલાક પૈસા મળી આવ્યા છે. જેના કારણે બાળકની દુષ્કર્મ કરીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે.
મૃતદેહ પડ્યો હતો: પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે સાંજે ઝિલમીલ ઈન્ડસ્ટ્રીયલ એરિયાના જાહેર શૌચાલયમાં એક રાહદારીએ બાળકનો મૃતદેહ હોવાની જાણ કરી હતી. માહિતી મળતા જ વિવેક વિહાર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાર્વજનિક શૌચાલયમાં 3 વર્ષના બાળકનો મૃતદેહ પડ્યો હતો. તેના અંડરગારમેન્ટ્સ, બિસ્કિટ અને કેટલાક પૈસા નજીકમાં પડ્યા હતા. જે હાલતમાં માસુમનો મૃતદેહ મળી આવ્યો છે તે જોતા બાળક સાથે દુષ્કર્મ આચર્યા બાદ બાળકનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તપાસ શરૂ: પોલીસે મૃતદેહનો કબજો લઈ જીટીબી હોસ્પિટલના શબઘરમાં મોકલી આપ્યો છે. ક્રાઈમ ટીમ અને એફએસએલની ટીમે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક બાળકની ઓળખ થઈ ગઈ છે, તે નજીકની ઝૂંપડપટ્ટીનો રહેવાસી હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. નજીકના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે. આ સાથે નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જેથી હત્યારાની ઓળખ કરી શકાય અને તેની ધરપકડ કરી શકાય.