હૈદરાબાદ: દેશભરમાં કોરોનાના વધતા જતા કેસ અને ઓમિક્રોન વેરિઅન્ટના ખતરા વચ્ચે આજે મંગળવારે DCGIની વિષય નિષ્ણાંત સમિતિની બેઠક (DCGI's Subject Expert Committee) યોજાવા જઈ રહી છે. એવું માનવામાં આવે છે કે, ભારત બાયોટેકની અનુનાસિક રસી અંગે આ બેઠકમાંથી મોટો નિર્ણય (intranasal COVID vaccine as a booster) આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બારાત બાયોટેકના પ્રસ્તાવ પર આજે યોજાનારી બેઠકમાં ચર્ચા થવાની છે, ત્યારબાદ આ મામલે મોટો નિર્ણય આવી શકે છે.
ભારત બાયોટેક પહેલાથી જ કોવેક્સિન અને BBV154 સાથે કરી ચૂકી છે ફેઝ-2 ટ્રાયલ
ભારત બાયોટેકે કોવિડ- 19ની નાકની રસી માટે બૂસ્ટર ડોઝ તરીકે નેઝલ વેક્સિનનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, એટલે કે નાક દ્વારા આપવામાં આવતી (nasal vaccine as a booster dose) કોવિડ વિરોધી રસી. આ બૂસ્ટર ડોઝ તેઓને આપવામાં આવશે જેમણે રસીના બન્ને ડોઝ લીધા છે. તાજેતરમાં ભારત બાયોટેકે તેની ભારત બાયોટેક ઇન્ટ્રાનાસલ કોવિડ રસીના બૂસ્ટર ડોઝના (Nasal Vaccine as Booster) ત્રીજા તબક્કાના ક્લીનિકલ ટ્રાયલ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ની મંજૂરી માગી હતી. મોટા પાયે રસીકરણ ઝુંબેશમાં બૂસ્ટર ડોઝ તરીકે ઇન્ટ્રાનાસલ રસી આપવાનું સરળ બનશે અને તેમાં ટ્રાન્સમિશન અટકાવવાની ક્ષમતા છે. ભારત બાયોટેક પહેલાથી જ કોવેક્સિન અને BBV154 (Bharat Biotech intranasal Covid vaccine) સાથે ફેઝ-2 ટ્રાયલ કરી ચૂકી છે.
આ પણ વાંચો: ભારત બાયોટેકે ભારતની પ્રથમ કોવિડ-19 વેક્સીન વિકસાવીઃ ભારત બાયોટેક ચેરમેન
આ પણ વાંચો: ભારત બાયોટેકે જણાવ્યું, બાળકો પર જૂનથી શરૂ થશે કોવેક્સિનનું ટ્રાયલ