ETV Bharat / bharat

યુપીમાં એક મહિલાને ઓક્સિજન ન મળતા તેની દિકરીઓએ મોંઢાથી આપ્યો શ્વાસ - ઓક્સિજન સિલિન્ડરની અછત

યુપીના બહરાઇચમાં પુત્રીઓએ તેની માતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઓક્સિજનના અભાવને કારણે પુત્રીઓએ પોતાના મોઢાથી માતાને ઓક્સિજન આપ્યું હતું. આ જોઈને ત્યાં હાજર આરોગ્ય કર્મચારીઓએ તેને ત્યાંથી ભગાડી દીધા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

યુપીમાં એક મહિલાને ઓક્સિજન ન મળતા તેની દિકરીઓએ મોંઢાથી આપ્યો શ્વાસ

author img

By

Published : May 2, 2021, 4:23 PM IST

  • પુત્રીઓએ માતાનો જીવ બચાવવા મોંઢાથી આપ્યો શ્વાસ
  • ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
  • ઇમરજન્સીમાં આવતા દર્દીઓને પણ નથી મળી રહ્યું ઓક્સિજન

યુપીઃ કોરોનાને કારણે મેડિકલ કોલેજમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. ઇમરજન્સીમાં આવતા દર્દીઓને પણ ઓક્સિજન નથી મળી રહ્યું. ત્યારે શનિવારે એક મહિલાને તેના પરિજનો મેડિકલ કોલેજમાં લઈ આવ્યાં હતા. જ્યાં આ મહિલાને ઓક્સિજન સિલિન્ડર ન મળતા તેની પુત્રીઓએ મોઢાથી માતાને ઓક્સિજન આપ્યું હતું.

યુપીમાં એક મહિલાને ઓક્સિજન ન મળતા તેની દિકરીઓએ મોંઢાથી આપ્યો શ્વાસ

હોસ્પિટલના પરિસરમાં ભારે હોબાળો મચ્યો

શનિવારે જ્યારે મહિલાને શનિવારે શ્વાસ લેવામાં તકલીફ પડતા તેના પરિજનોએ તેને તાત્કાલિક મેડિકલ કોલેજમાં દાખલ કર્યા હતા. જોકે, અહીં ઓક્સિજનની અછત હતી, જેથી ત્યાં હાજર તેની પુત્રીઓએ તેની માતાને મોઢાથી શ્વાસ આપ્યો હતો. આ ઘટનાને લઈ હોસ્પિટલના પરિસરમાં ભારે હોબાળો મચ્યો હતો.

મહિલાની હાલત હજી સ્થિર

આ દરમિયાન કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયોની જાણ થતા તબીબોમાં હંગામો મચી ગયો હતો. ઉતાવળમાં દર્દીને સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા. ઇમરજન્સી વિભાગના ડૉક્ટર અને તબીબી કર્મચારી આ મહિલા વિશે કંઈપણ જણાવવાનું ટાળી રહ્યા છે. જોકે, મહિલાની હાલત હજી સ્થિર છે. મહિલાની સારવાર અન્ય નર્સિંગ હોમમાં કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.