દતિયા: મધ્ય પ્રદેશ રાજ્યના દતિયા જિલ્લામાં એક પોલીસ હેડ કોન્સ્ટેબલે (Datia police head constable) છ વર્ષની છોકરાની હત્યા કરી નાંખી છે. વારંવાર પૈસા માંગવાના મુદ્દે તેમણે આ પગલું ભર્યું હતું. હત્યા કર્યા બાદ કોન્સ્ટેબલ મૃતદેહને પોતાની કારમાં લઈ ગયો હતો. ગ્વાલિયર શહેર પાસે આવેલી એક સુમસાન જગ્યા પર આ મૃતદેહ ફેંકી દીધો હતો. આ જાણકારી દતિયાના પોલીસ અધિકારી (Datia SP Amansinh Rathore) આપી હતી. જિલ્લા પોલીસવડા અમનસિંહ રાઠૌરે જણાવ્યું હતું કે, ગત અઠવાડિયે ગુરૂવારના દિવસે આ ઘટના (Murder Case in Datia) બની હતી.
આ પણ વાંચો:અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા, મંત્ર સિદ્ધ કરવા પિતાએ જ પુત્રીનુ બલીદાન આપ્યુ
આ કારણે કરાઈ હત્યા: ગ્વાલિયરના પોલીસ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટમાં ડ્યૂટી કરતા હેડ કોન્સ્ટેબલે આ હત્યા કરી છે. જ્યારે છોકરાની ઉંમર 6 વર્ષની છે. કોન્સ્ટેબલે પોતાની કારમાં મૃત નાંખીને પછી એક અજાણી જગ્યા પર ફેંકી દીધો હતો. આ કોન્સ્ટેબલનું નામ રવિ શર્મા છે. જેની કાયદેસર રીતે ધરપકડ કરી લેવામાં આવી છે. જિલ્લા પોલીસવડાએ કહ્યું કે, આરોપીએ પોલીસ પૂછપરછ વખતે જણાવ્યું હતું કે,છેલ્લા કેટલાક સમયથી તે ડિપ્રેશનમાં હતો. જ્યારે છોકરો એની પાસેથી પૈસા માંગી રહ્યો હતો તો એ ચિડાઈ જતો હતો. જેના કારણે તેમણે હત્યા જેવો ગુનો કરી નાંખ્યો હતો.
અહીથી મળ્યો મૃતદેહ: દતિયામાં રહેતા સંજીવ સેને પોલીસમાં ફરિયાદ કરી છે. દીકરા મંયકને તારીખ 5 મેના રોજ કોઈએ ઉશ્કેર્યો હતો. તે કોઈ અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. પોલીસે આ કેસ નોંધીને જાણકારી મેળવવા માટે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, ઝાંસી રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગ્વાલિયરના વિવેકાનંદ ચાર રસ્તા પાસેથી એક છોકરાનો મૃતદેહ મળ્યો હતો. પછી છોકરાની ઓળખ મંયક તરીકે થઈ હતી.
આ પણ વાંચો:ચોખામાં ઝેર ભેળવી હત્યાનો પ્રયાસ નીષ્ફળ જતા મહિલાએ પ્રેમીની મદદથી પતિને પતાવી દીધો
આ રીતે પકડાયો આરોપી: એ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પોલીસે ફંફોસ્યા જ્યાંથી છોકરો ગુમ થયો હતો. પોલીસને જોવા મળ્યું કે, એક શંકાસ્પદ વ્યક્તિ કંઈક ખોટી પ્રવૃતિ કરી રહ્યો છે. પછી એ વ્યક્તિની ઓળખ હેડ કોન્સ્ટેબલ તરીકે થઈ છે. પછી જાણવા મળ્યું કે, એનું નામ રવિ શર્મા છે. પૂછપરછ દરમિયાન રવિ શર્માએ જણાવ્યું હતું કે, તે ગૌરવ દિવસના સમારોહ દરમિયાન ડ્યૂટી માટે દતિયા ગયો હતો. જ્યારે તે દતિયાના પંચશીલ નગરમાં ડ્યૂટી પર હતો ત્યારે છોકરો વારંવાર એની પાસે આવતો હતો. પછી પોલીસ કર્મી પાસે પૈસા માંગવા લાગ્યો હતો. રાઠૌરે એવું ઉમેર્યું કે, પૈસાને કારણે રવિ શર્મા ચીડાઈ ગયો.
આમ હત્યા થઈ: આ પછી તે છોકરાને પોતાની કાર પાસે લઈ ગયો હતો. પછી એનું ગળું દબાવીને એને પતાવી દીધો હતો. પછી આરોપીએ મૃતદેહને પોતાની કારમાં નાંખી દીધો. દતિયાથી 70 કિમી દૂર ગ્વાલિયર પાસે કાર લઈ ગયો. પછી મૃતદેહને સુમસાન જગ્યાએ ફેંકી દીધો. છેલ્લા કેટલાક દિવસોથી તે ડિપ્રેશનમાં પણ હતો. પૈસા માંગતા પોલીસકર્મી ચીડાઈ ગયો અને છોકરાની હત્યા કરી નાંખી.