ETV Bharat / bharat

Chhattisgarh News: નહારી જંગલોમાં દંતેવાડા પોલીસ અને નકસલીઓ વચ્ચે ગોળીબાર

દંતેવાડાના નહારી જંગલ વિસ્તારમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે ગોળીબારના સમાચાર મળી રહ્યા છે. દંતેવાડા પોલીસે આ ઘટનાની માહિતી આપી છે. ગાઢ જંગલ વિસ્તારમાં છુપાયેલા નક્સલીઓને પોલીસે ચારે તરફથી ઘેરી લીધા છે. નક્સલીઓ અને પોલીસ વચ્ચે થઈ રહ્યો છે ભીષણ ગોળીબાર. વાંચો નહારી જંગલ વિસ્તારમાં થયેલા ગોળીબાર વિશે.

નહારી જંગલ વિસ્તારમાં નકસલીઓ અને જવાનો વચ્ચે ગોળીબાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2023, 12:14 PM IST

દંતેવાડાઃ નકસલવાદથી પ્રભાવીત એવા નહારી અને છોટે હિડમા જંગલ વિસ્તારમાં નકસલવાદીઓ છુપાયાના સમાચાર ડીઆરજીને મળ્યા હતા. સત્વરે દંતેવાડા પોલીસે આ જંગલ વિસ્તાર ઘેરી લીધો અને નક્સલીઓ છુપાયા હતા તે સ્થળ સુધી પહોંચી ગયા. નક્સલીઓએ ગોળીબારની શરૂઆત કરતા પોલીસે પણ વળતો ગોળીબાર કરવો પડ્યો છે.

નહારી જંગલ નક્સલ પ્રભાવી વિસ્તારઃ સુત્રો અનુસાર નહારી અને છોટે હિડમા જંગલ વિસ્તાર નકસલીઓ માટે વર્ષોથી સુરક્ષિત સ્થળ હતું. આ વિસ્તારમાં જ ડીઆરજી જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ વિસ્તારમાં નક્સલીઓનો સામનો થતાં જ પોલીસ અને નકસલીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો છે. પોલીસ તંત્ર દ્વારા ગોળીબારની ઘટનાને સ્વીકૃતિ અપાઈ છે, પરંતુ કેટલું નુકસાન થયું, કેટલા નકસલવાદી મર્યા તેની માહિતી આપવામાં આવી નથી.

અત્યારે ભીષણ ગોળીબાર થઈ રહ્યો છે. ટીમ પરત આવશે ત્યારે કંઈક નક્કર માહિતી જાણી શકાશે...આર.કે. બર્મન(એડિશનલ એસપી, દંતેવાડા)

નકસલ પ્રભાવી વિસ્તારોમાં સઘન શોધખોળઃ દંતેવાડામાં પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ જવાનોને આજે સફળતા હાથ લાગી હતી. થોડા દિવસ પહેલા ભારતીય જવાનોએ નક્સલી સ્મારકોને ધ્વસ્ત કરી દીધા હતા. તેમજ ભારે માત્રામાં ગોળાબારૂદ જપ્ત કર્યો હતો. ભારતીય જવાનો દ્વારા સ્મારકની તોડફોડને પરિણામે નકસલીઓ ભુર્રાટા થયા હતા. તેમણે ફરીથી ઘાતક હુમલો કરવાની યોજના બનાવી હતી. આ માહિતી દંતેવાડા પોલીસને મળતા જ પોલીસ એકશન મોડમાં આવી ગઈ હતી. સમગ્ર નહારી જંગલ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એક સ્થળે નકસલવાદીઓનો સામનો થતા ગોળીબારની ઘટના ઘટી હતી.

  1. 2013 ઝીરમ ઘાટી નકસલ હુમલો: SCએ છત્તીસગઢ સરકારની વધુ સાક્ષીની અરજી ફગાવી
  2. Jammu & Kashmir: શોપિયામાં આતંકવાદી હુમલો, ત્રણ બિન-સ્થાનિક શ્રમિકો પર ગોળીબાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.