અમદાવાદ : દરરોજ ETV BHARAT તમારી પ્રેમ કુંડળી જણાવે છે જેમાં લવલ લાઈફ વિશે કેટલીક ખાસ માહિતી છે તેના આધારે તમે તમારા દિવસની આયોજન બનાવી શકો છો અથવા તો તમે તેમાં દર્શાવેલ સાવચેતીમાં સાવચે તેવું લઈ શકો છો મેષ રાશિથી મીન રાશીના લોકો માટે કેવું છે આજનો પ્રેમ રાશિફળ વાંચો તમારી લવ લાઈફ સાથે જોડાયેલી મહત્વની કેટલીક વાતો.
મેષઃ ગુરુવારે ચંદ્રની સ્થિતિ તુલા રાશિમાં છે. પારિવારિક અને દાંપત્ય જીવનમાં સુખ અને સંતોષનો અનુભવ થશે. તમે દિવસભર રોમેન્ટિક રહેશો. તમને લવ લાઈફમાં સફળતા મળશે. જીવનસાથી સાથે તાલમેલ સારો રહેશે. મોજમસ્તી અને મનોરંજનમાં વ્યસ્ત રહી શકો છો.
વૃષભઃ પ્રેમ જીવનમાં તમારે તમારા પ્રિયતમની વાતનું પણ સન્માન કરવું પડશે. સારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને કારણે, તમે તમારા કાર્યને નિર્ધારિત મુજબ પૂર્ણ કરી શકશો. માતૃ પક્ષ તરફથી સારા સમાચાર મળશે.
મિથુન: અવિવાહિત લોકોના સંબંધોની પુષ્ટિ થઈ શકે છે. જીવનસાથી સાથે ચાલી રહેલા જૂના મતભેદો દૂર થશે. પારિવારિક સુખ-શાંતિ જળવાઈ રહેશે. ઘરની જરૂરિયાતો પર પૈસા ખર્ચ થશે. સારું ભોજન અને વૈવાહિક સુખ મળશે.
કર્કઃ આજે તમારામાં આનંદ અને ઉત્સાહનો અભાવ રહેશે. મનમાં ઉદાસી રહેશે. કોઈ કારણસર છાતીમાં દુખાવો અથવા અસ્વસ્થતા રહેશે. અનિદ્રાથી પરેશાન રહેશો. ધ્યાન રાખો કે જાહેરમાં સ્વાભિમાન ન તૂટવું જોઈએ.
સિંહઃ સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રિયજનો સાથે મળીને આનંદની લાગણીનો અનુભવ થશે. એકાગ્રતા સાથે નવા કાર્યની શરૂઆત કરી શકશો. ભાગ્ય તમારો સાથ આપશે. મિત્રો અને સંબંધીઓ સાથે પ્રવાસ પર જવાનો કાર્યક્રમ બનશે.
કન્યા: પરિવારમાં સુખ-શાંતિ અને પરિવારના સભ્યો સાથે આનંદ આજનો દિવસ આનંદમય બનાવશે. આજે તમારા મધુર અવાજનો જાદુ અન્ય લોકો પર અસર કરશે. ક્યાંક જવાની સંભાવના છે. મનપસંદ ભોજન મીઠાઈ સાથે પીરસવામાં આવશે. જોકે વાદ-વિવાદની શક્યતા રહેશે.
તુલા: મિત્રો અને પરિવારજનો સાથે સમયનો આનંદ માણી શકશો. તમને સ્વાદિષ્ટ ભોજન, નવા વસ્ત્રો અને વાહન મળશે. કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે અને કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આજનો દિવસ સારો છે, પરંતુ તમારે બહારનું ખાવાનું ટાળવું જરૂરી રહેશે.
વૃશ્ચિકઃ આજે તમને વિદેશમાં રહેતા મિત્રો અને સંબંધીઓ તરફથી સારા સમાચાર મળી શકશે. મનોરંજન માટે આજે પૈસા ખર્ચ થશે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો ખૂબ ગાઢ રહેશે. આજે તમે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો.
ધનુ: આજે ગુરુવારે ચંદ્રની સ્થિતિ તુલા રાશિમાં છે. ચંદ્ર તમારી રાશિથી અગિયારમા ભાવમાં રહેશે. આજે તમે આર્થિક લાભની સાથે સમાજમાં માન-સન્માન મેળવી શકશો. કાર્યસ્થળ પર તમારું વર્ચસ્વ વધશે. તમને વિશેષ સફળતા મળશે.
મકર: પરિવાર અને સંતાન સંબંધી ચિંતાઓ દૂર થશે. સંતોષ અને ખુશી મળશે. વેપારમાં થોડી વ્યસ્તતા રહેશે. નોકરીમાં તમને ઉચ્ચ પદ મળી શકે છે. જો ભાગ્ય તમારો સાથ આપશે તો તમને સરકારી કામમાં સફળતા મળશે. મિત્રો અને પ્રિયજનો તરફથી લાભ થશે. આજે જીવનસાથી સાથે ચાલી રહેલા જૂના મતભેદો દૂર થશે.
કુંભ: સંતાન અંગે ચિંતા રહેશે. આજે તમે શારીરિક રીતે અસ્વસ્થતા અનુભવી શકો છો, પરંતુ તમારી માનસિક સ્થિતિ સારી રહેશે. શરીરમાં ઉર્જા ઓછી હોવાને કારણે કામ ધીમી ગતિએ થશે. મુલાકાત માટે પ્રવાસ થઈ શકે છે. લવ પાર્ટનર સાથે ફરવાનો મોકો મળશે.
મીન: પરિવારના સભ્યો સાથે મતભેદ અને અણબનાવ થઈ શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક વલણને કારણે તમે માનસિક શાંતિનો અનુભવ કરી શકશો. કામ સમયસર પૂરું ન થાય તો તમને ચિંતા થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને તમારે સાવધાન રહેવું પડશે.