ETV Bharat / bharat

Cyclone Biparjoy updates: નાગરિકોની સલામતી માટે સજ્જ, મુખ્યપ્રધાન પટેલ બાદ ગૃહપ્રધાને કરી સમીક્ષા - Cyclone Biparjoy updates

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવનારા ચક્રવાત 'બિપરજોય'ને ધ્યાનમાં રાખીને તંત્ર તૈનાટ થઈ ગયુ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બાદ રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ સમીક્ષા કરી હતી.

Cyclone Biparjoy updates
Cyclone Biparjoy updates
author img

By

Published : Jun 15, 2023, 9:02 AM IST

ગાંધીનગર: ચક્રવાત 'બિપરજોય' આજે સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં પહોંચે તેવી શક્યતા છે. માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત (HADR) ના જૂથના ચાર જહાજોને ટૂંકી સૂચના પર સ્ટેન્ડબાય મોડ પર તૈનાત કરવામાં આવ્યા છે.

ભારે નુકસાન થવાની ભીતિ: તે લગભગ ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને 15 જૂનની સાંજ સુધીમાં માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચે જખૌ બંદર (ગુજરાત) નજીક સૌરાષ્ટ્ર અને કચ્છ અને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપરજોયના કારણે ભારે નુકસાન થવાની સંભાવના છે. IMD એ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે ચેતવણી જાહેર કરી છે. ચક્રવાત 'બિપરજોય'ને ધ્યાનમાં રાખીને નેવીએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

મુખ્યપ્રધાન પટેલ કંટ્રોલરૂમમાં: ભારતીય નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બિપરજોય 15 જૂનની સાંજે ગુજરાતના જાખાઉ કિનારે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. એવું કહેવામાં આવ્યું હતું કે તે કચ્છના રણ તેમજ રાજસ્થાનના કેટલાક વિસ્તારોને અસર કરી શકે છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરૂમમાં જઈને મેપ પરથી સમુદ્રકિનારાના પ્રદેશોની સમિક્ષા કરી હતી. રાજ્ય સરકારે પોતાના પ્રધાનોને જુદા જુદા કોસ્ટલ એરિયાની જવાબદારી સોંપી દેવામાં આવી છે. એટલું જ નહીં જિલ્લાના ક્લેક્ટર સાથે વિડિયો કોન્ફરન્સાન માધ્યમથી વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

  • નાગરિકોની સલામતી માટે સજ્જ છે SDRF ટીમ!

    દ્વારકા ખાતે તૈનાત SDRF ની સમગ્ર ટીમની મુલાકાત લઈ તેમની સાથે વાતચીત કરીને આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી. pic.twitter.com/k52N0y1A3z

    — Harsh Sanghavi (@sanghaviharsh) June 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગૃહપ્રધાને કરી સમીક્ષા: બિપરજોય 15 જૂનની સાંજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દરિયામાં ઈમારત જેવડા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકાના ગોમતી ઘાટ પર સમીક્ષા બાદ રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ટ્વિટ દ્વારા માહિતી આપી હતી કે, નાગરિકોની સલામતી માટે સજ્જ છે SDRF ટીમ! દ્વારકા ખાતે તૈનાત SDRF ની સમગ્ર ટીમની મુલાકાત લઈ તેમની સાથે વાતચીત કરીને આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી.

  • #WATCH | High tidal waves hit Gujarat as cyclone 'Biporjoy' intensifies.

    As per IMD, VSCS (very severe cyclonic storm) Biparjoy to cross Saurashtra & Kutch & adjoining Pakistan coasts b/w Mandvi & Karachi near Jakhau Port by today evening.

    (Visuals from Dwarka's Gomti Ghat) pic.twitter.com/L0wNCGB5NZ

    — ANI (@ANI) June 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મંદિર દર્શનાર્થીઓ માટે બંધ: ભક્તો અને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી દ્વારકાધીશ મંદિર આવતીકાલે દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. દ્વારકાધીશ મંદિર, દ્વારકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ દ્વારકાધીશ મંદિર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં એક અગત્યની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાની અસર અને ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ ભક્તો અને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી દ્વારકાધીશ મંદિર તારીખ 15 જૂન ગુરુવારના રોજ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

  • #WATCH | Gujarat: Mandvi witnesses rough sea conditions and strong winds under the influence of #CycloneBiporjoy

    As per IMD's latest update, VSCS (very severe cyclonic storm) Biparjoy to cross Saurashtra & Kutch & adjoining Pakistan coasts b/w Mandvi & Karachi near Jakhau Port… pic.twitter.com/QmebPZCsKQ

પરંપરાગત વહાણ ઉત્પાદકોને ચિંતા: ગુજરાતના દરિયાકાંઠે આવેલા માંડવી શહેરના પરંપરાગત શિપબિલ્ડરોને ચિંતા છે કે ચક્રવાત બિપરજોય તેમના ઉદ્યોગને મોટું નુકસાન પહોંચાડી શકે છે. કારણ કે દરિયાકાંઠે નિર્માણાધીન જહાજો સરળતાથી ખસેડી શકાતા નથી. માંડવી શિપબિલ્ડીંગ ઉદ્યોગ માટે 300 વર્ષથી વધુ સમયથી જાણીતું છે. બાંધકામ હેઠળના જહાજોની સુરક્ષા માટે, કામદારોએ તેમની નીચે રેતીની થેલીઓ મૂકી છે. તે પલટી ન જાય તે માટે વુડન સપોર્ટ ફ્રેમ્સ પણ ઉભી કરવામાં આવી છે.

NDRF-SDRFની સાથે સૈન્ય ટુકડીઓ એકશનમાં: પોરબંદરથી 290 કિમી દૂર આ ચક્રવાત જોવા મળ્યું છે. જેના કારણે પોરબંદર, જૂનાગઢ,મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, કચ્છમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 37 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શાળા કૉલેજ બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે વેપાર ધંધા ઉપર પણ માઠી અસર જોવા મળી રહી છે. તારીખ 15 જુન સુધીમાં 150 કિમીની ગતિથી પવન ફૂંકાશે. બપોર પછી ચક્રવાતની ગતિમાં વધારો થઈ શકે છે. NDRF-SDRFની સાથે સૈન્યની ટુકડીઓને પણ રાહત કાર્યમાં જોડી દેવાઈ છે.

પાકિસ્તાનમાં પણ એલર્ટ: પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે અરબી સમુદ્રમાં સક્રિય ચક્રવાત બાયપરજોયના પગલે સત્તાવાળાઓને કટોકટીના પગલાં લેવાનો આદેશ આપ્યો છે. ચક્રવાતને કારણે કરાચી અને સિંધ પ્રાંતના નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને વાવાઝોડાની સંભાવના છે. વડા પ્રધાને દેશના ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને આ આદેશ આપ્યો છે.

  1. Cyclone biparjoy photos: ગુજરાતને સતત ભય આપતા બિપરજોયની ભયાનકતાની તસવીરો જૂઓ
  2. Jagannath Rath Yatra 2023: જગન્નાથ રથયાત્રાનું વિદેશમાં પણ મહત્વ, નીકળે છેજગન્નાથ-સુભદ્રા-બલરામની સવારી
  3. Innovation in mp: 12 વર્ષની વિદ્યાર્થીનીએ તૈયાર કર્યુ પરીક્ષાની નકલો ચેક કરવાનું ઉપકરણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.