અમદાવાદઃ ચક્રવાત બિપરજોયના કારણે થયેલા વિનાશ વચ્ચે 274 પરિવારો એવા હતા જેમના ઘરોમાં નવા મહેમાન આવ્યા હતા. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 274 જેટલી મહિલાઓએ બાળકને જન્મ આપ્યો હતો.એક બાજુ વાવાઝોડાની તબાહી ચાલી રહી હતી. તો બીજી બાજુ 274 મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો છે. સારી વાત એ છે કે, આ તમામને કોઇ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો નથી.
પરિવારોમાં ખુશી: એક તરફ જ્યાં ગુજરાતમાં સુપર સ્ટોર્મ બિપરજોય તબાહી મચાવી રહ્યું છે, તો બીજી તરફ 274 જેટલા પરિવારોના ઘરોમાં ખુશીઓ છવાઈ ગઈ છે. આ તોફાન વચ્ચે 274 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો છે. તમામ બાળકો સુરક્ષિત છે. કચ્છ કલેક્ટર અમિત અરોરાના જણાવ્યા અનુસાર, 512 સગર્ભા મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેમાંથી 274 મહિલાઓએ જન્મ આપ્યો છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અન્ય તમામ મહિલાઓ હોસ્પિટલમાં દાખલ છે. જયારે આ વાવાઝોડું આવી રહ્યું હતું ત્યારે તેમના માથે ચિંતાના વાદળો ચોંક્કસ હશે જ. પરતું હાલ તેમને શાંતી થઇ ગઇ હશે. આજે તેમના ઘરે ખુશીનો માહોલ હશે.
સગર્ભા મહિલાઓને બે દિવસ પહેલા જ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેમણે કહ્યું કે 512 સગર્ભા સ્ત્રીઓમાંથી 274 પરિવારોમાં ખુશીઓ છવાઈ ગઈ અને બાળકનો સુરક્ષિત પ્રસૂતિ થઈ. દરેક જગ્યાએ લેન્ડફોલ થઈ રહ્યું છે અને પવનની ગતિ પણ વધી છે. અત્યાર સુધી સ્થિતિ નિયંત્રણમાં છે. કોઈ મોટી જાનહાનિ કે જાનમાલને નુકસાન થવાની કોઈ શક્યતા નથી. અમે લોકોને સમયસર શિફ્ટ કર્યા છે--અમિત અરોરા (કચ્છ કલેક્ટર)
લેન્ડફોલમાં છ કલાકઃ ગુરૂવારે સાંજે 6.30 વાગ્યા લેન્ડફોલ શરૂ થયું હતું. જે સતત છ કલાક સુધી ચાલ્યું હતું. જેમાં 140 કિમીની સ્પીડથી પવન ફૂંકાયો હતો. સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર કચ્છના પંથકમાં થઈ છે. ખાસ કરીને માંડવી તથા જખૌમાં ઘણું નુકસાન થયું છે. જખૌમાં કુદરતી રીતે કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે કોઈ માનવ નુકસાન થયું ન હતું. દરિયાકિનારે 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા.
ભારેથી અતિભારે વરસાદ: હવામાન ખાતાની આગાહી અનુસાર લેન્ડફોલ બાદ રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ શરૂ થયો છે. ગુરૂવારની રાત સૌરાષ્ટ્ર કચ્છના કાઠાળા વિસ્તાર માટે કતલની રાત પુરવાર થઈ હતી. કચ્છ હાઈવે પર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ભચાઉમાં વીજળીના થાંભલાઓ પડી ગયા હતા. માંડવીના દરિયાકિનારે એક રૌદ્રરૂપ જોવા મળ્યું છે.