ETV Bharat / bharat

આજે કોંગ્રેસ કાર્યકારિણીની બેઠક, લોકસભા ચૂંટણી 2024ના રોડમેપ પર થશે મંથન - રાહુલ ગાંધી

આજે CWCની બેઠક યોજાવાની છે. જેમાં ચાર રાજ્યોમાં પાર્ટીની હારના કારણો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત લોકસભા ચૂંટણી 2024ના રોડમેપ પર પણ ચર્ચા થશે.

આજે કોંગ્રેસ કાર્યકારિણીની બેઠક
આજે કોંગ્રેસ કાર્યકારિણીની બેઠક
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2023, 9:37 AM IST

Updated : Dec 21, 2023, 10:26 AM IST

નવી દિલ્હી: આજે નવી દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકારિણીની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાલમાં ચાર રાજ્યોમાં તાજેતરની ચૂંટણીની હાર વિશે માહિતી આપશે. આ ઉપરાંત આ બેઠકમાં 19 ડિસેમ્બરે મળેલીI.N.D.I.A. ગઠબંધનની બેઠકમાં નીકળેલા તારણો અને પરિણામો અંગે પણ ચર્ચા કરશે. ખાસ તો આ બેઠકમાં આગામી લોકસભા 2024ની ચૂંટણીના રોડમેપ પર ચર્ચા કરાશે.

CWC સભ્ય તારિક અનવર: CWC સભ્ય તારિક અનવરે ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 'CWCની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણે યોજાઈ રહી છે. વિપક્ષી ગઠબંધનની બેઠકના એક દિવસ બાદ આ થઈ રહ્યું છે. તેથી, સ્વાભાવિક છે કે, કોંગ્રેસ પ્રમુખ એકસરખી વિચારધારા ધરાવનારા લોકો સાથે વિચાર-વિમર્શ પર કોંગ્રેસ પક્ષ આ લોબીને વિશ્વાસમાં લેશે, કોંગ્રેસ કાર્યકારિણીના અન્ય એક સભ્ય ગુલામ અહેમદ મીરના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પ્રમુખ CWCની બેઠકમાં તાજેતરની પાંચ વિધાનસભા ચૂંટણીઓ પક્ષના પ્રદર્શન વિશે માહિતી આપી શકે છે.

કોંગ્રેસનો એક્શન પ્લાન: જોકે, પાર્ટી પ્રમુખે સંબંધિત ટીમો સાથે ચાર રાજ્યોમાં ચૂંટણીમાં મળેલી હારની સમીક્ષા કરી છે. તે પાર્ટી બોડીને ચૂંટણીના પરિણામોની જાણકારી આપશે. મીરે ETV ભારતને જણાવ્યું હતું કે, 'રાજ્યોની ચૂંટણીઓના પરિણામો અંગે ચર્ચા કરવામાં આવશે, તેમ છતાં મુખ્ય ધ્યાન 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ, ગઠબંધન અને આગળની મોટી લડાઈ માટે એક્શન પ્લાન પર રહેશે.

2024ની લોકસભા ચૂંટણી માટેની વ્યૂહરચના: પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલની 5 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શનને લઈને હારના કારણો પાર્ટીની સર્વોચ્ચ સંસ્થાને 2024ની રાષ્ટ્રીય ચૂંટણીઓ માટે વ્યૂહરચના ઘડવામાં મદદ કરશે. જેમાં કોંગ્રેસે તેના સંગઠનની સાથે સાથે સમાન યોગ્ય રીતે તૈયાર કરવાની રહેશે. સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે સંકલન પણ સુનિશ્ચિત કરવું પડશે. કોંગ્રેસના અધ્યક્ષ પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ અને દિલ્હી જેવા રાજ્યોમાં સીટ શેરિંગ સંબંધિત મુદ્દાઓ પર સીડબ્લ્યુસીના સભ્યોને પણ માહિતી આપે તેવી શક્યતા છે, જ્યાં ટીએમસી, ડાબેરી, એસપી અને AAP જેવા પ્રાદેશિક પક્ષો સાથે ચર્ચા થશે.

AICCના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, 'અમારે અમારા સ્તરે પણ 2024ના અભિયાન માટે એક્શન પ્લાન તૈયાર કરવાની જરૂર છે. જો કે, આ પણ સાથી પક્ષો સાથે મળીને કરવું પડશે. નોકરીઓ, બેરોજગારી, બંધારણીય સંસ્થાઓનું નબળું પડવું, કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ, જાતિની વસ્તી ગણતરી અને ક્રોની મૂડીવાદ જેવા વ્યાપક મુદ્દાઓને ફોકસમાં રાખીને કોંગ્રેસના કોઈપણ અભિયાન અને વિરોધ અભિયાનના કેન્દ્ર સ્થાને રહેશે.

  1. ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી મામલે મમતા બેનર્જીએ કહ્યું, 'જો રાહુલ ગાંધીએ વીડિયો ન બનાવ્યો હોત તો કોઈને ખબર ન પડી હોત'
  2. વિપક્ષના સાંસદોનો સસ્પેન્શનને લઇ વિરોધ, કહ્યું કે સરકાર ' વિપક્ષ મુક્ત સંસદ ' ઈચ્છે છે

Last Updated : Dec 21, 2023, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.