- કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક હાઇકમાન્ડ ઓફિસ ખાતે યોજાઈ
- બેઠકમાં પક્ષના અધ્યક્ષની ચૂંટણીને લઈને થઈ શકે છે ચર્ચા
- આગામી વિધાનસભા ચૂંટણીઓ અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર થશે ચર્ચા
નવી દિલ્હી : કોંગ્રેસની 'G23' જૂથના નેતાઓ પક્ષમાં વાતચીતની માંગણી અને તાજેતરમાં જ પક્ષ છોડી દેનારા અનેક નેતાઓની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠક આજે શનિવારે યોજાઇ હતી, જેમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ(Assembly elections) અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષની ચૂંટણી અંગેનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ સોનિયા ગાંધી આ બેઠકનું અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન, કોંગ્રેસ પાર્ટીના નારાજ નેતાઓએ પણ આ બેઠકમાં ભાગ લીધો છે.
-
Elections for Congress president to be held in September 2022: Sources pic.twitter.com/UBVtIHw1rA
— ANI (@ANI) October 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Elections for Congress president to be held in September 2022: Sources pic.twitter.com/UBVtIHw1rA
— ANI (@ANI) October 16, 2021Elections for Congress president to be held in September 2022: Sources pic.twitter.com/UBVtIHw1rA
— ANI (@ANI) October 16, 2021
સંગઠનની ચૂંટણીઓની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ
કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ નારાજ નેતાઓના સમૂહ G-23 ને જવાબ આપ્યો છે. પોતાના પ્રારંભિક સંબોધનમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, તેઓ કોંગ્રેસના પૂર્ણકાલીન અધ્યક્ષ છે. 'જો તમે મને આવું કહેવાની પરવાનગી આપો છો, તો હું કહું છું કે હું કોંગ્રેસની આજીવન પ્રમુખ છું, મીડિયા દ્વારા મારે વાત કરવાની જરૂર નથી.' સોનિયાએ કહ્યું કે અમે ક્યારેય જાહેર મહત્વના મુદ્દાઓ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો નથી. પાર્ટીમાં સંગઠનની ચૂંટણીઓ અંગે સોનિયાએ કહ્યું કે, સંગઠનની ચૂંટણીઓની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ તમારી સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા કપિલ સિબ્બલે કહ્યું હતું કે તેમને સમજાતું નથી કે કોંગ્રેસના નિર્ણયો કોણ લે છે. પાર્ટી અધ્યક્ષની ચૂંટણી અંગેનો નિર્ણય કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પણ લેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પાર્ટીના નવા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા નવેમ્બરથી શરૂ થશે અને આગામી વર્ષે સપ્ટેમ્બરમાં ચૂંટણીમાં યોજાશે.
-
"The shocking incidents at Lakhimpur-Kheri recently betrays the mindset of BJP, how it perceives
— ANI (@ANI) October 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Kisan Andolan, how it has been dealing with this determined struggle by Kisans to protect their
lives & livelihoods," Congress interim pres Sonia Gandhi in her opening remarks at CWC pic.twitter.com/O2C9yyqYoY
">"The shocking incidents at Lakhimpur-Kheri recently betrays the mindset of BJP, how it perceives
— ANI (@ANI) October 16, 2021
Kisan Andolan, how it has been dealing with this determined struggle by Kisans to protect their
lives & livelihoods," Congress interim pres Sonia Gandhi in her opening remarks at CWC pic.twitter.com/O2C9yyqYoY"The shocking incidents at Lakhimpur-Kheri recently betrays the mindset of BJP, how it perceives
— ANI (@ANI) October 16, 2021
Kisan Andolan, how it has been dealing with this determined struggle by Kisans to protect their
lives & livelihoods," Congress interim pres Sonia Gandhi in her opening remarks at CWC pic.twitter.com/O2C9yyqYoY
ભાજપ સરકાર પર સોનિયા ગાંધીના પ્રહારો
આ ઉપરાંત, સોનિયાએ CWC ની બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, તાજેતરમાં લખીમપુર ખેરી (LAKHIMPUR KHERI VIOLENCE) ની ચોંકાવનારી ઘટનાઓ ભાજપની માનસિકતાને જાહેર કરે છે કે તે ખેડૂતોના આંદોલનને કેવી રીતે જુએ છે, આ સાથે જ તેમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા સૌથી મોટી ચિંતા છે. આર્થિક સુધારા માટે સરકાર પાસે એકમાત્ર જવાબ રાષ્ટ્રીય સંપત્તિ વેચવાનો છે.
વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા
આગામી વિધાનસભાની ચૂંટણીઓ અને સંગઠનાત્મક ચૂંટણીઓ અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક આજે શનિવારે સવારે 10 વાગ્યે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના કાર્યાલય 24 અકબર રોડ ખાતે બોલાવવામાં આવી હતી. CWC કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલે CWC ની બેઠક બોલાવવાની માંગ કરી હતી. આઝાદે સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટી સંબંધિત બાબતો પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ કાર્યકારી સમિતિની તાત્કાલિક બેઠક બોલાવવાની વિનંતી કરી હતી.
-
#WATCH Congress Working Committee (CWC) meeting to discuss the current political situation, upcoming Assembly polls, and organisational elections, underway at AICC office in Delhi pic.twitter.com/tL74bHpzzF
— ANI (@ANI) October 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Congress Working Committee (CWC) meeting to discuss the current political situation, upcoming Assembly polls, and organisational elections, underway at AICC office in Delhi pic.twitter.com/tL74bHpzzF
— ANI (@ANI) October 16, 2021#WATCH Congress Working Committee (CWC) meeting to discuss the current political situation, upcoming Assembly polls, and organisational elections, underway at AICC office in Delhi pic.twitter.com/tL74bHpzzF
— ANI (@ANI) October 16, 2021
સિબ્બલે કોંગ્રેસ પક્ષ પર ઉઠાવ્યા હતા સવાલો
સિબ્બલે પંજાબ કોંગ્રેસના ઉથલપાથલ વચ્ચે પક્ષના નેતૃત્વ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બોલાવવી જોઈએ, આ ઉપરાંત સંગઠનાત્મક ચૂંટણી યોજવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં સુષ્મિતા દેવ, જિતિન પ્રસાદા, લુઈઝિન્હો ફલેરો અને અન્ય કેટલાક નેતાઓ કોંગ્રેસ છોડીને અન્ય પક્ષોમાં જોડાયા છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક એ અર્થમાં પણ મહત્વની છે કે, પાર્ટી અધ્યક્ષની ચૂંટણી લાંબા સમયથી બાકી છે. થોડા મહિના પહેલા કોરોના મહામારીના કારણે અધ્યક્ષની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી, જે અગાઉ જૂન મહિનામાં પ્રસ્તાવિત કરવામાં આવી હતી.
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને થશે ચર્ચા
એવું માનવામાં આવે છે કે, CWC ની આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને કોઈ તારીખ કે માળખું નક્કી થઈ શકે છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, આ બેઠકમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ પર પણ ચર્ચા થશે. આગામી વર્ષની શરૂઆતમાં આ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે.
આ પણ વાંચો: