સીવી આનંદ બોસ પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ, કેરળ સાથે ખાસ ક્નેક્શન - C V Ananda Bose
સીવી આનંદ બોઝ બુધવારે પશ્ચિમ બંગાળના નવા (C V Ananda Bose West Bangel Governor) રાજ્યપાલ તરીકે શપથ લેશે. એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે તારીખ 17 નવેમ્બરના રોજ, બોઝ, જેમને પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવશે, તેઓ અહીં રાજભવનમાં શપથ લેશે. અધિકારીના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી (West Bangel Mamata Banerjee) વિધાનસભા અધ્યક્ષ બિમન બંદોપાધ્યાય અને વિપક્ષના નેતા શુભેંદુ અધિકારી અને અન્ય ઘણા મહાનુભાવો હાજર રહેશે.
કોલકાતાઃ સીવી આનંદ બોઝ (C V Ananda Bose West Bangel Governor) બુધવારે પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તરીકે શપથ લેશે. આ માટેની તમામ તૈયારીઓ પશ્ચિમ બંગાળમાં થઈ ચૂકી છે. મંગળવારે આ અંગે એક અધિકારીએ વિસ્તૃત માહિતી મીડિયા સમક્ષ શેર કરી હતી. તારીખ 17 નવેમ્બરના રોજ, બોઝને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવશે, તેઓ અહીં રાજભવનમાં શપથ લેશે. અધિકારીના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યપ્રધાન (West Bangel Mamata Banerjee) મમતા બેનર્જી, વિધાનસભા અધ્યક્ષ બિમન બંદોપાધ્યાય અને વિપક્ષના નેતા શુભેંદુ અધિકારી અને અન્ય ઘણા મહાનુભાવો હાજર રહેશે.
કોણ છે રાજ્યપાલઃ રાજ્યપાલને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા શપથ લેવડાવવામાં આવે છે. બોસ, 1977-બેચના ભારતીય વહીવટી સેવા (IAS) કેરળ કેડરના નિવૃત્ત અધિકારી, રાજ્યપાલ તરીકે એલ ગણેશનનું સ્થાન લેશે. 2011માં નિવૃત્ત થતાં પહેલાં તેમણે કોલકાતામાં નેશનલ મ્યુઝિયમના એડમિનિસ્ટ્રેટર તરીકે સેવા આપી હતી. એ ગવર્નર સીવી આનંદ બોઝ મંગળવારે સવારે કોલકાતા પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ બંગાળના નવા રાજ્યપાલ સીવી આનંદ બોઝને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. રાજભવન પહોંચ્યા બાદ તેમને ત્યાં પણ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે અમને પણ નવા રાજ્યપાલ પાસેથી ઘણી આશાઓ છે. તે બંધારણની રક્ષા કરતી વખતે જ કામ કરશે.
સેવાનિવૃત છેઃ 2011 માં નિવૃત્તિ પછી, આનંદ બોઝે કોલકાતામાં નેશનલ મ્યુઝિયમના એડમિનિસ્ટ્રેટર તરીકે સેવા આપી છે. તેમની નિમણૂકની ઘોષણા પછી, મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પણ તેમને બંગાળમાં આવકારવા માટે બોલાવ્યા અને તેમને તમામ શક્ય સહકારની ખાતરી આપી. રાજભવન સાથે પશ્ચિમ બંગાળ સરકારનો વ્યવહાર સામાન્ય રીતે સંઘર્ષપૂર્ણ રહ્યો છે. આ સ્થિતિમાં નવનિયુક્ત રાજ્યપાલ કેવું વલણ અપનાવે છે તે જોવું રસપ્રદ રહેશે.