- આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન YS જગન મોહન રેડ્ડીએ આપ્યો આદેશ
- રાજ્યમાં મે અંત સુધીમાં કરફ્યુ લંબાવવામાં આવશે
- કોરોના વાઇરસ ની સમીક્ષા બેઠકમાં લેવાયો નિર્ણય
આંધ્ર પ્રદેશ: સોમવારે રાજ્યમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં મુખ્યપ્રધાન YSR જગન મોહન રેડ્ડીએ જણાવ્યું હતું કે હાલમાં અપાયેલા કરફ્યુ ના આદેશને ફક્ત 10 જ દિવસ થયા છે જ્યારે ઓછામાં ઓછાં 4 અઠવાડિયા સુધી કરફ્યુ રહેવો જોઈએ જેથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી શકે. કરફ્યુની ગાઈડ લાઇન્સ સરખી જ રહેશે, જ્યારે સમયગાળો બપોરે 12 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. આ ઉપરાંત તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધુ ફેલાય નહીં તેનું ધ્યાન રાખવા અધિકારીઓને સૂચન કર્યુ હતું.
આ પણ વાંચો : રામોલમાં રાત્રિ કર્ફ્યૂ વચ્ચે યુવકોએ મોડી રાત્રે ફટાકડા ફોડી કરી આતશબાજી
બ્લેક ફંગસના રોગના લક્ષણો વહેલીતકે ઓળખી સારવાર થવી જરૂરી
સીએમ રેડ્ડીએ અધિકારીઓને બ્લેક ફંગસના રોગના લક્ષણો વહેલીતકે ઓળખી તેની સારવાર શરૂ કરી દેવા ઉપરાંત આ રોગની સારવારને આરોગ્ય શ્રી યોજના હેઠળ આવરી લેવા અધિકારીઓને સૂચિત કર્યા હતા.
રાજ્યમાં ઓક્સિજનની વ્યવસ્થા
અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં દરરોજ 590 એમટી ઓક્સિજન ફાળવવામાં આવે છે અને તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો સહિતની માંગ 590 એમટીથી 610 એમટી છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ જામનગરથી દરરોજ 80 મેટ્રિક ટન ક્ષમતાવાળા ઓક્સિજન એક્સપ્રેસ ફાળવવા કેન્દ્ર સરકારને વિનંતી કરી છે અને કર્ણાટક સરકારને બેલારીથી ઓછામાં ઓછા 1300 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે આઠ આઇએસઓ કન્ટેનર રાજ્યમાં પહોંચી ગયા છે જ્યારે બીજા બે આવવાના બાકી છે.