ETV Bharat / bharat

મહારાજાગંજમાં ઘરે જઈ રહેલી યુવતિ પર થયો એસિડ એટેક - યુવક ફરાર

ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં યુવતિ પર એસિડ એટેક કરવામાં આવ્યો છે. જેમાં બજારથી ઘરે પરત ફરી રહેલ યુવતિ પર બાઈક સવારે એસિડ ફેંક્યો હતો. પોલીસે ફરાર આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

મહારાજાગંજમાં ઘરે જઈ રહેલી યુવતિ પર થયો એસિડ એટેક

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2023, 10:39 AM IST

મહારાજગંજઃ ઉત્તર પ્રદેશમાં વધુ એક એસિડ એટેકની ઘટના સામે આવી છે. મહારાજગંજમાં બજારથી યુવતિ ઘરે પરત ફરી રહી હતી ત્યારે એક બાઈક સવારે તેની પાસે આવીને એસિડ ફેંક્યો હતો. એસિડ એટેક બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. ખબર મળતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઘાયલ યુવતિને બી.આર.ડી. મેડિકલ કોલેજમાં સારવાર અર્થે દાખલ કરી છે. યુવતિની સ્થિતિ ગંભીર છે.

ભિટૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગ્રામીણ યુવતિ પોતાની માતા સાથે બજારથી પરત ફરી રહી હતી. આ દરમિયાન હેલમેટ પહેલો એક યુવાન બાઈક લઈને ઊભો હતો. જેવી યુવતિ નજીક આવી કે યુવકે અચાનક તેના પર એસિડ એટેક કરી દીધો. ત્યારબાદ તે ઘટના સ્થળેથી બાઈક લઈને ફરાર થઈ ગયો હતો...ડૉ. કૌસ્તુભ(એસપી, મહારાજગંજ)

પોલીસની કાર્યવાહીઃ આ યુવતિના થોડા સમય બાદ લગ્ન થવાના છે. આખો પરિવાર અને સગા સંબંધીઓ લગ્નની તૈયારીમાં લાગ્યા હતા. ત્યારે આ એસિડ એટેકની ઘટના ઘટી હતી. પરિવારજનોએ આરોપીને સત્વરે ઝડપી લેવાની ઉગ્ર માંગ કરી છે. ભિટૌલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આરોપીને પકડવા માટે ટીમ બનાવી છે. દરેક મોટા માર્ગો પર નાકાબંધી કરવામાં આવી છે. પોલીસ બાતમીદારોની પણ મદદ લઈ રહી છે.

  1. Acid Attack In Ahmedabad: ઘાટલોડિયામાં નરાધમો મહિલાના મોઢા પર એસિડ ફેંકી ફરાર
  2. પત્નીને તેના પિતા સાથે આડા સંબંધની શંકાને લઇ જમાઇએ સસરા પર કર્યો એસિડ એટેક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.