ETV Bharat / bharat

Mother Sold Daughter : મુઝફ્ફરપુરમાં માતૃત્વ શર્મસાર, માતાએ સગીર પુત્રીને અઢી લાખમાં વેચી - Mother sold minor daughter in Muzaffarpur

બિહારમાં માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં માતાએ રાંચીની સગીરાને મુઝફ્ફરપુરમાં અઢી લાખ રૂપિયામાં વેચી દીધી હતી. આ મામલો સામે આવ્યા બાદ પોલીસે સગીરાને પરત મેળવી લીધી છે. આ મામલે પોલીસે સગીર બાળકીને વેચનાર વચેટીયા સહિત બે આરોપીની ધરપકડ કરી છે. ઉપરાંત આરોપી માતા અને પ્રેમીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Mother Sold Daughter
Mother Sold Daughter
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2023, 10:23 PM IST

મુઝફ્ફરપુર : ઝારખંડના રાંચીની એક સગીર છોકરીને તેની માતાએ તેના પતિના મૃત્યુ બાદ થોડા રૂપિયામાં બિહારના મુઝફ્ફરપુરમાં વેચી દીધી હતી. નિર્દયી માતાએ પુત્રીને અઢી લાખમાં વેચી દિલ્હીમાં પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. આ ઉપરાંત માતાએ પોતાના બીજા બાળકને મુઝફ્ફરપુરની જ એક હોસ્ટેલમાં રાખ્યો હતો. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે સગીરાને શોધી કાઢી હતી. અને સગીરાને ખરીદનાર અને વચેટિયાની ધરપકડ કરવામાં આવી હતી.

માતૃત્વ શર્મસાર : આ કિસ્સાની મળતી માહિતી અનુસાર રાંચીમાં રહેતું એક દંપતી કામના સંબંધમાં પોતાના બે બાળકો સાથે મુઝફ્ફરપુર પહોંચ્યું હતું. જ્યાં શહેરના ગોબરસાહી વિસ્તારમાં દંપતીએ વસવાટ શરુ કર્યો હતો. ત્યાં દંપતીએ ભાડાનું મકાન લઈને રહેવાનું અને કામ કરવાનું શરૂ કર્યું ત્યાં સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું. દરમિયાન મહિલાના પતિનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું. ત્યારબાદ પરિવારનો બોજ એકલી માતા પર આવી ગયો હતો.

પતિના મૃત્યુ બાદ પત્નીનો પ્રેમસંબંધ : પરિવારનો બોજ ઉઠાવવો મહિલા માટે થોડો મુશ્કેલ બની રહ્યો હતો. દરમિયાન એક છોકરો મહિલાના સંપર્કમાં આવ્યો મહિલા તેના પ્રેમમાં પડી ગઈ હતી. બંને લગ્ન માટે તૈયાર થઈ ગયા પરંતુ યુવકે બંને બાળકોને દત્તક લેવાની ના પાડી દીધી હતી. એટલા માટે માતાએ પોતાની ખુશી માટે આટલું ભયાનક પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મામલાની તપાસ કરવામાં આવી રહી છે. બાળકીને સુરક્ષિત રીતે પાછી મેળવી લેવામાં આવી છે. કોર્ટ સમક્ષ 164 નિવેદન નોંધવામાં આવશે. રૂપિયા અઢી લાખમાં બાળકીના સોદાની વાત સામે આવી રહી છે. અન્ય પાસાઓ પર તપાસની સાથે પોલીસની ટીમ આ ઘટનામાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવામાં લાગી છે. ટૂંક સમયમાં સમગ્ર મામલો બહાર આવશે. --રાકેશ કુમાર (SSP, મુઝફ્ફરપુર)

માતાએ પુત્રીને વેચી : મહિલાએ પડોશમાં રહેતા એક દંપતીને વચેટીયા બનવાની તેમની મદદથી મહિલાએ તેની સગીર દીકરીનો 35 વર્ષીય વેપારી સાથે સોદો કરાવ્યો હતો. માતાએ વચેટિયાની મદદથી પોતાની પુત્રીને અઢી લાખ રૂપિયામાં વેચી દીધી હતી. પુત્રીને વેચ્યા બાદ મહિલા તેના પુત્રને ખાનગી શાળાની હોસ્ટેલમાં મૂકીને તેના પ્રેમી પતિ સાથે દિલ્હી ચાલી ગઈ હતી.

અઢી લાખમાં કર્યો સોદો : મહિલાએ પુત્રના હોસ્ટેલની ફી જમા કરાવી ન હતી. બાદમાં તેની કોઈ જાણકારી ન મળી ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે હોસ્ટેલ સંચાલક દ્વારા પરિવારના અન્ય સભ્યોને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકોના દાદા અને કાકાએ રાંચીમાં ઝીરો એફઆઈઆર નોંધાવી હતી. પોલીસના કહેવા પર બાળકીના દાદા અને કાકા રાંચીથી મુઝફ્ફરપુર પહોંચ્યા અને બાળકીની શોધ શરૂ કરી.

આરોપીઓની ધરપકડ : પોલીસ ટીમે તપાસ દરમિયાન બાળકીનો સોદો કરનાર વચેટિયા દંપતીને પકડી પાડ્યો હતો. બાદમાં બાળકીને પણ શોધીને પાછી મેળવવામાં આવી હતી. ઉપરાંત પોલીસ ટીમ સગીર બાળકીની માતા અને તેના પ્રેમીની ધરપકડ કરવા માટે શોધખોળ કરી રહી છે. મુઝફ્ફરપુરના એસએસપી રાકેશ કુમારે કહ્યું કે આ સમગ્ર મામલે હજુ સંશોધન ચાલી રહ્યું છે.

  1. Surat Exclusive News : યુપી બિહારના શ્રમિકો દંડા લાફા ખાઈને ટ્રેનની મુસાફરી કરવા મજબૂર, પ્લેટફોર્મ રણભૂમિ જેવું બન્યું
  2. Bihar CM Bomb Threat : બિહારના મુખ્યપ્રધાને કલાકોમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી દેનાર સુરતથી ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.