ETV Bharat / bharat

Mahadalit woman beaten : બિહારમાં પેશાબ કાંડનો મામલો સામે આવ્યો, દલિત મહિલાને નિર્વસ્ત્ર કરી માર માર્યો - पटना क्राइम न्यूज

મધ્યપ્રદેશમાં પેશાબની ઘટનાની જેમ જ પટનામાં પણ એક હૃદયદ્રાવક ઘટના બની છે. શનિવારે રાત્રે ખુસરુપુરમાં એક મહાદલિત મહિલાની કથિત રીતે મારપીટ કરવામાં આવી હતી અને તેના પર પેશાબ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ છે. વિગતવાર વાંચો સમાચાર...

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2023, 8:30 PM IST

બિહાર : માનવતાને શરમાવે તેવી એક ઘટના મધ્યપ્રદેશની સીદીની જેમ બિહારની રાજધાની પટનામાંથી સામે આવી રહી છે. બદમાશોએ કથિત રીતે મહાદલિત મહિલાને પકડીને અને માર માર્યો અને પછી તેના મોઢામાં પેશાબ કર્યો હતો. મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટના પટનાના ખુસરુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. આ ઘટના બાદ મહાદલિતોમાં ભયનો માહોલ છે.

શું છે સમગ્ર મામલો : હોસ્પિટલમાં દાખલ પીડિતાના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે દસ વાગ્યે ગામનો એક દબંગ તેના પુત્ર અંશુ અને ચાર સાથીઓ સાથે તેના ઘરે આવ્યો હતો. મહિલાને બળજબરીથી પોતાના ઘરે લઈ ગયો હતો. મહિલાને નિર્વસ્ત્ર કરીને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. આ પછી દબંગે તેના પુત્રને મહિલાના મોઢામાં પેશાબ કરવા કહ્યું હતું. પિડિતા પોતાનો જીવ બચાવવા માટે કોઈક રીતે ત્યાંથી ભાગી ગઈ હતી.

"પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આરોપીને પકડવા માટે દોડધામ ચાલું કરવામાં આવી છે. મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે" - સિયારામ યાદવ, SHO, ખુશરુપુર

પૈસાની લેવડદેવડનો મુદ્દો : આ ક્રૂરતાનું કારણ શું છે તે પૂછવા પર પીડિતાએ કહ્યું કે, આ પૈસાની લેવડદેવડનો મુદ્દો છે. પીડિત પરિવારના એક સભ્યએ જણાવ્યું કે, મહિલાએ વ્યાજ પર 1500 રૂપિયા લીધા હતા. પીડિતાએ વ્યાજ અને મુદ્દલની રકમ પણ પરત કરી હતી. આ પછી પણ એવું કહેવામાં આવી રહ્યું હતું કે વધુ પૈસા બાકી છે. જો પૈસા નહીં ચૂકવવામાં આવે તો ગામમાં તેણીની નગ્ન પરેડ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.

પોલીસને માહિતી આપતાં થયું આવું : શનિવારે સવારે પીડિતા પર પણ હુમલો થયો હતો. પીડિતાના કહેવા પ્રમાણે, તેણે પોલીસને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. પોલીસે આવીને પૂછપરછ કરી પરંતુ કોઈ કાર્યવાહી કરી ન હતી. આરોપીને છોડી મુકવામાં આવ્યો હતો. પીડિતાના જણાવ્યા અનુસાર, તેણે પોલીસને આ મામલાની જાણ કર્યા પછી, આરોપીએ ગુસ્સે થઈને તેને માર માર્યો અને રાત્રે તેના પર પેશાબ કર્યો.

  1. Rajkot city bus accident : રાજકોટ સિટી બસે અકસ્માત સર્જ્યો, સ્થાનિકોએ બસ પર પથ્થરમારો કરીને તોડફોડ કરી
  2. Electrocuted to Death: સુરતમાં ગણપતિના મંડપમાં આરતી કરતાં 13 વર્ષીય કિશોરને કરંટ લાગતા મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.