ચેન્નાઈઃ ભારતે આ વર્ષના વર્લ્ડકપમાં શુભ શરૂઆત કરી છે. ભારતે વર્લ્ડ કપની તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી દીધું છે. ભારતના કેપ્ટન રોહિત શર્મા ભારતીય ખેલાડીઓના પ્રદર્શનથી ખુશ છે. જો કે તેમણે પરિસ્થિતિ અનુસાર કોમ્બિનેશન બદલવાની અને વિષમ પરિસ્થિતિમાં કેવી રીતે રમવું તેના પર વાત કરી છે.
શું કહે છે રોહિત?: રોહિત શર્માએ રવિવારે મેચ પછીના પ્રેઝન્ટેશનમાં કહ્યું કે, આગળ વધવા માટેનો સૌથી મોટો પડકાર છે વિભિન્ન પરિસ્થિતિઓમાં રમત. અમારે કોમ્બિનેશન બદલવા પડી શકે છે. અમે એક ટીમ તરીકે આ પડકાર માટે તૈયાર છીએ. ભારતે ચેન્નાઈના એમ.એ. સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી દીધું છે. રોહિત શર્મા પોતાની ટીમની ફિલ્ડિંગથી બહુ ખુશ જણાયા હતા. અમે ફિલ્ડિંગમાં બહુ મહેનત કરી હતી અને અમે ફિલ્ડિંગમાં પ્રદર્શન પણ સારુ કર્યુ છે. ઝડપી બોલર્સ અને સ્પિન બોલર્સનું પ્રદર્શન પણ યોગ્ય હતું. બધુ મળીને અમે શાનદાર પ્રયત્ન કર્યો હતો.
રાહુલ વિરાટની કરી પ્રશંસાઃ ભારતે પોતાના 3 સ્ટાર બેટ્સમેનોને શરૂઆતમાં જ ગુમાવી દીધા હતા. શરુઆતમાં મને ડર લાગતો હતો. ભારતે 200 રનના લક્ષ્યનો પીછો કરવાનો હતો. પરંતુ રવિન્દ્ર જાડેજાના નેતૃત્વમાં સ્પિનરોએ ઓસ્ટ્રેલિયન લાઈન અપને ઝાટકો આપ્યો. રોહિત શર્માએ વિરાટ કોહલી અને કે.એલ. રાહુલની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે વિરાટ અને કે.એલ. રાહુલે જે રીતે મેચને સંભાળી તે બદલ તેમણે સલામ.
કોહલીને જીવનદાનઃ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને લાગ્યું કે તેમની ટીમ પડકારજનક સ્કોર કરવામાં 50 રન પાછળ રહી છે. હકિકતમાં બોલર્સનો બહુ પ્રભાવ હતા તેમાંય સ્પિનરોએ મામલો પડકારજનક બનાવ્યો હતો. બે સ્પિનરોને રમાડીને હું બહુ પરેશાન ન હતો. ભારતને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોહલીને મળેલું જીવતદાન અમને ભારે પડ્યું. જો કે હું આ બધું ભૂલી ચૂક્યો છું. 4/10 એક સ્વપ્નિલ શરુઆત છે.
રાહુલનું અવલોકનઃ નોટઆઉટ રહેલા કે.એલ. રાહુલે કહ્યું કે વિરાટ કોહલીએ મને પડકારજનક સ્થિતિમાં ટેસ્ટ ક્રિકેટની જેમ રમવાની સલાહ આપી હતી. જો કે રાહુલે કોહલી સાથે વધુ વાતચીત કરી ન હોવાનું જણાવ્યું હતું. મેં વિચાર્યુ કે હું નાહી લઉં અને આરામ કરી લઉં. હું તો મારા શ્વાસ નિયંત્રિત કરવાની કોશિશ કરતો હતો. વિરાટે કહ્યું કે વિકેટમાં કંઈક ગરબડ છે. તેથી કેટલોક સમય ટેસ્ટ ક્રિકેટની જેમ રમીએ. નવા બોલથી ઝડપી બોલર્સ અને સ્પિર્ન્સને સારી મદદ મળી.
આગામી મુકાબલોઃ ભારતનો આગામી મુકાબલો 11 ઓક્ટોબરે નવી દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સાથે થવાનો છે. જ્યારે ઓસ્ટ્રેલિયા લખનઉ જશે જ્યાં 12 ઓક્ટોબરે તેનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે થશે.