નવી દિલ્હી: સુકાની રોહિત શર્માની 16 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 131 રનની વિસ્ફોટક સદીને કારણે ભારતે બુધવારે અહીં અરુણ જેટલી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ મેચમાં અફઘાનિસ્તાનને આઠ વિકેટે હરાવીને સતત બીજી જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટે 272 રન બનાવ્યા હતા જ્યારે રોહિતની ધમાકેદાર બેટિંગના કારણે ભારતે સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. ભારતે 35 ઓવરમાં બે વિકેટે 273 રન બનાવીને જીત મેળવી હતી. અફઘાનિસ્તાનને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો.
-
India march to their second successive win off the back of a dominant display in Delhi 💪#CWC23 #INDvAFG pic.twitter.com/Z0gyJC8r5f
— ICC Cricket World Cup (@cricketworldcup) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">India march to their second successive win off the back of a dominant display in Delhi 💪#CWC23 #INDvAFG pic.twitter.com/Z0gyJC8r5f
— ICC Cricket World Cup (@cricketworldcup) October 11, 2023India march to their second successive win off the back of a dominant display in Delhi 💪#CWC23 #INDvAFG pic.twitter.com/Z0gyJC8r5f
— ICC Cricket World Cup (@cricketworldcup) October 11, 2023
રોહિતે ગેલનો રેકોર્ડ તોડ્યો : રોહિતે માત્ર 84 બોલમાં 16 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 131 રન બનાવ્યા હતા. રોહિતે ત્રીજા છગ્ગા સાથે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારવાનો વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રોહિત પાસે હવે 556 સિક્સર છે અને તે ગેલના 553 સિક્સરથી આગળ નીકળી ગયો છે. રોહિતે 30 બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી પોતાના 50 રન પૂરા કર્યા હતા, જ્યારે તેની સદી 63 બોલમાં 12 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી પુરા કરી હતી. રોહિતે ઈશાન કિશન સાથે 18.4 ઓવરમાં 156 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ત્યારબાદ રોહિતે વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 49 રન જોડ્યા હતા.
-
Most sixes in international cricket ✅
— ICC Cricket World Cup (@cricketworldcup) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Most hundreds in Cricket World Cup history ✅
Fastest-ever Cricket World Cup hundred by an Indian ✅
Rohit Sharma eclipsed several records during his 131 👊#CWC23 #INDvAFG pic.twitter.com/4tJNgAX8i6
">Most sixes in international cricket ✅
— ICC Cricket World Cup (@cricketworldcup) October 11, 2023
Most hundreds in Cricket World Cup history ✅
Fastest-ever Cricket World Cup hundred by an Indian ✅
Rohit Sharma eclipsed several records during his 131 👊#CWC23 #INDvAFG pic.twitter.com/4tJNgAX8i6Most sixes in international cricket ✅
— ICC Cricket World Cup (@cricketworldcup) October 11, 2023
Most hundreds in Cricket World Cup history ✅
Fastest-ever Cricket World Cup hundred by an Indian ✅
Rohit Sharma eclipsed several records during his 131 👊#CWC23 #INDvAFG pic.twitter.com/4tJNgAX8i6
વર્લ્ડ કપમાં સૌથી વધું સદિ ફટકારનાર બન્યો શર્મા : રોહિતે તેની સાતમી સદી ફટકારી અને વિશ્વ કપમાં દિગ્ગજ સચિન તેંડુલકરનો છ સદીનો રેકોર્ડ તોડી નાખ્યો. રોહિતની 63 બોલમાં ફટકારેલી સદી વર્લ્ડ કપમાં ભારતીય દ્વારા સૌથી ઝડપી સદી છે. ભારતીય કેપ્ટનના આઉટ થયા બાદ વિરાટે સ્કોર કરવાની જવાબદારી લીધી અને શ્રેયસ અય્યર સાથે મળીને ભારતને જીતના મુકામ સુધી પહોંચાડ્યું. વિરાટે પાંચ ચોગ્ગાની મદદથી 55 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. કોહલીએ છ ચોગ્ગાની મદદથી 56 બોલમાં 55 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. શ્રેયસ અય્યર 23 બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 25 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો.