ETV Bharat / bharat

Cricket World Cup 2023: અનેક ઐતિહાસિક ક્ષણોની સાક્ષી બન્યું છે મોટેરા સ્ટેડિયમ એટલે કે આપણું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ - ઈડન ગાર્ડન સ્ટેડિયમ

મોટેરા સ્ટેડિયમ ક્રિકેટ માટે મુલતાન ગણાતું હતું. જેમાં ગરમી અને ધૂળ મેદાન પર પથરાયેલી જોવા મળતી હતી. દિલ્હીના સ્ટેડિયમના પ્રેસ બોક્સની ઓડ પોઝિશનને અવગણવામાં આવે તો મોટેરા સ્ટેડિયમના પ્રેસ બોક્સને સમગ્ર ભારતનું સૌથી વધુ અનકમ્ફરટેબલ પ્રેસ બોક્સ ગણાતું હતું. વાંચો મિનાક્ષી રાવનો રિપોર્ટ

અનેક સિદ્ધિઓનું સાક્ષી છે મોટેરાનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2023, 8:07 PM IST

અમદાવાદઃ ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદના નાના એવા વિસ્તાર મોટેરા પ્રત્યે સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત થશે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ યોજાશે. ક્રિકેટના બે કટ્ટર હરિફો જ્યારે આ મેદાન પર ટકરાશે ત્યારે સમગ્ર વિશ્વ આ મેચને ધ્યાનથી જોશે. આ સ્ટેડિયમના નામ મુદ્દે ઘણું રાજકારણ રમાયું છે જે ક્રિકેટ કરતા વધુ ચર્ચાસ્પદ છે.

1,32,000 પ્રેક્ષકોની કેપેસિટીઃ જ્યારે સરહદ પાર બે હરિફો ટકરાય છે ત્યારે હંમેશા ટેન્શન સર્જાય છે. આ વખતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવી જ સ્થિતિ સર્જાશે. ભારત હારના ડર સાથે જ્યારે પાકિસ્તાન ભારતમાં ભારતને હરાવવાના પ્રેશર સાથે રમશે. એક લાખ બત્રીસ હજાર દર્શકોની ચીચીયારીઓ વચ્ચે આ મેચ બહુ આકર્ષક બનશે. વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં 1,32,000 પ્રેક્ષકોને સાચવવા પોલીસ માટે બહુ કપરુ કામ છે. જો કે વર્લ્ડ કપને રજૂ કરવા માટે આ બેસ્ટ સ્પોટ છે. આ સ્ટેડિયમમાં મેચ વધુ વાસ્તવિક અને રોમાંચક બની રહેશે.

સુનિલ ગવાસ્કરની સિદ્ધિઃ 7 માર્ચ, 1987ના દિવસે સુનિલ ગવાસ્કરે ટેસ્ટ મેચમાં 10,000 રન પૂરા કરવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. આ વખતે આ સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ હતું. આ ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર સુનિલ ગવાસ્કર પહેલા બેટ્સમેન હતા. ડોન બ્રેડમેન પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા નહતા. ગવાસ્કરની આ સિદ્ધિની સુંદરતા એ હતી કે તેમણે આ માઈલસ્ટોન પાકિસ્તાન સામેની મેચમાં હાંસલ કર્યો હતો. તેણે 395 રન બનાવ્યા હતા.

કપિલ દેવની સિદ્ધિઃ કપિલ દેવની યશકલગીમાં પણ મોટેરા નામનું પીંછુ સામેલ છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરનો રેકોર્ડ રિચર્ડ હેડલીના નામે હતો. આ રેકોર્ડ કપિલ દેવે આ જ સ્ટેડિયમમાં તોડ્યો હતો. દર્શકોએ પાંચ મિનિટ સુધી કપિલ દેવને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. આકાશમાં કુલ 432 ફુગ્ગા છોડવામાં આવ્યા હતા. આ મેચનો હરિફ એવા શ્રીલંકાના ખેલાડીઓ પણ આ ઉજવણીમાં જોડાયા હતા. આ સ્ટેડિયમમાં 1983માં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં કપિલ દેવે માત્ર 83 રન આપીને 9 વિકેટ ઝડપી હતી. તે ઐતિહાસિક મેચ કોઈ ભૂલી શકે તેમ નથી.

પત્રકારોને સલાહઃ મોટેરામાં સૂર્ય માથા પર રહેવાને કારણે આ સ્ટેડિયમમાં મેચનું કવરેજ કરવા આવતા પત્રકારોને સનસ્ટ્રોકથી બચવા માટેના ઉપાયો અજમાવવાની સલાહ આપવામાં આવતી હતી. જેમા પત્રકારોને ટોપી પહેરવા અને છાયડાવાળા સ્થળે બેસવાની સૂચના અપાતી હતી.

800 કરોડના ખર્ચે નવિનીકરણઃ 2015થી 2020 સુધી આ સ્ટેડિયમનું નવિનીકરણ હાથ ધરાયું હતું. આજે 800 કરોડના ખર્ચે આ સ્ટેડિયમમાં કલબ એરીયા, ફૂડ ઝોન, લાર્જ સ્ટેન્ડ વગેરે જેવી માતબર સુવિધાઓથી આ સ્ટેડિયમ સજ્જ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ રોશન કરી રહ્યું છે.

અન્ય ઐતિહાસિક સિદ્ધિઓઃ સ્ટેડિયમના નવિનીકરણમાં ટાટા સ્ટીલ અને L&T કંપનીના બાંધકામને પરિણામે સાબરમતી નદીની પાસે પ્રજવળતું એક ઘરેણું તૈયાર થયું છે. ગયા વર્ષે હાર્દિક પંડ્યાની આગેવાનીમાં રમાયેલ આઈપીએલની ફાઈનલ અને 2011ના વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પ્રવેશતા ઓસ્ટ્રેલિયાને અટકાવતી મેચ સૌ કોઈ ભૂલી શકતા નથી. વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઈનલની ખ્યાતિ સમયની ગતિથી પર છે. જ્યારે આ સ્ટેડિયમે ઈડન ગાર્ડન કરતાં પણ વિશાળ હોવાની પ્રતિષ્ઠા મેળવી છે.

  1. World Cup 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેપ્ટન ડેની ઉજવણી, તમામ ટીમના કેપ્ટનની ફોટો સેશન સેરેમની યોજાશે
  2. World Cup Match Ahmedabad: 5મીએ અમદાવાદમાં મેચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમને જોડતા રસ્તાઓ ડાયવર્ટ, વૈકલ્પિક રસ્તાઓ જાહેર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.