ગુવાહાટી : આસામમાં હવે બાળ લગ્નમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યના બોનાગાઈગાંવ જિલ્લામાં બાળ લગ્નમાં સંડોવણી બદલ પ્રથમ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. બોંગાઈગાંવ જિલ્લાના સુપારીગુડી ગામ નંબર 2 ના રહેવાસી ઝહીર અલી મંડલ નામના વ્યક્તિની ગુરુવારે તેના સંબંધીના બાળ લગ્નમાં ભાગ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તે તેના ભત્રીજાના લગ્નમાં ગયો હતો, જેણે થોડા દિવસ પહેલા સગીર છોકરી સાથે લગ્ન કર્યા હતા. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
CM હિમંતા કહ્યું બાળ લગ્ન સામે અમારી કાર્યવાહી ચાલુ છે : વિશ્વરા જ્યના મુખ્ય પ્રધાન હિમંતા વિશ્વ શર્માએ ટ્વીટ કર્યું કે, બાળ લગ્ન સામે અમારી કાર્યવાહી ચાલુ છે. આ સામાજિક દુષણ સામે ઝુંબેશ ચાલુ રહેશે. અમે આ સામાજિક અપરાધ સામેની અમારી લડાઈમાં આસામના લોકોનું સમર્થન ઈચ્છીએ છીએ.
આ પણ વાંચો : Child marriage in Assam: આસામમાં બાળલગ્ન સામેની ઝુંબેશમાં 2044 લોકોની ધરપકડ
બાળ લગ્ન પર આસામ ક્રેકડાઉનમાં 235 વધુ ધરપકડ : આસામ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, તેણે સગીર છોકરીઓ સાથે કથિત રીતે લગ્ન કરવા બદલ વધુ 235 લોકોની ધરપકડ કરી છે, અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા 2,750 થી વધુ છે. આસામ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલી 4,135 FIRમાં કુલ 2,763 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Child marriage case in Assam: આસામમાં બાળ લગ્ન દર વધ્યો, 10 દિવસમાં 4004 કેસ નોંધાયા
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે : 2019-20ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે રિપોર્ટ અનુસાર આસામમાં 23 ટકા બાળ લગ્ન અને 11 ટકા નાની ઉંમરમાં માતૃત્વ પ્રાપ્ત કરવાના કારણે માતા અને બાળ મૃત્યુ દર ચિંતાજનક રીતે વધી ગયો છે. રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે, આસામમાં 20-24 વર્ષની વયજૂથની 31.8 ટકા મહિલાઓના લગ્ન સગીર અથવા 18 વર્ષથી પહેલાં થયાં હતાં. આ રાષ્ટ્રીય સરેરાશ 23.3 ટકા કરતાં વધુ હતું.