નવી દિલ્હી: કોરોના રસીના ત્રીજા ડોઝ પર(Covid Vaccine Precaution Dose), આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું છે કે 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓએ સાવચેતીભર્યું ડોઝ લેતી વખતે ડૉક્ટરનું પ્રમાણપત્ર સબમિટ કરવાની જરૂર રહેશે નહીં.
કો-રોબિડિટીવાળા લોકોને ત્રીજા ડોઝની છૂટ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે(Ministry of Health) કહ્યું કે કો-રોબિડિટીવાળા લોકોને પણ કોરોના રસીના ત્રીજા ડોઝમાં(Comorbidity Corona Vaccine) છૂટ મળશે. મંત્રાલયે કહ્યું કે આ લોકોને સાવચેતીના ડોઝ માટે કોઈ ડૉક્ટરનું પ્રમાણપત્ર આપવાની પણ જરૂર નથી.
ફ્રન્ટલાઈન વ્યક્તિઓએ ડોઝ લેતા પહેલા ડૉક્ટરની સલાહ લે
આ ઉપરાંત આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ચૂંટણી રાજ્યોમાં ચૂંટણી ફરજ પર તૈનાત કર્મચારીઓને પણ ફ્રન્ટલાઈન વર્કર્સની શ્રેણીમાં સામેલ કરવામાં આવશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ફ્રન્ટલાઈન વ્યક્તિઓએ સાવચેતીનો ડોઝ લેવાનું નક્કી કરતા પહેલા તેમણે ડૉક્ટરની(Doctor Certificate for Vaccine) સલાહ લેવી જરુરી છે.
આ પણ વાંચોઃ PM Modi Mann Ki Baat : વડાપ્રધાન મોદીએ કહ્યું,- કોરોના રસી મામલે ભારતની 'સિદ્ધિ અભૂતપૂર્વ'
આ પણ વાંચોઃ Vaccination Against Covid : દેશમાં 50 ટકા લોકોને કોવિડ રસીના બન્ને ડોઝ મળ્યા, માંડવીયાએ આપી માહિતી