નવી દિલ્હી: સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો (CVCs) પર તમામ પુખ્ત વયના લોકોને (18 વર્ષ અને તેથી વધુ વયના) ને મફત પ્રિકોશન ડોઝ આપવા માટેનો 75 દિવસનો 'COVID રસીકરણ અમૃત મહોત્સવ' આજથી (15 જુલાઈ, 2022) શરૂ (75 days Covid Vaccination Amrit Mahotsav) થશે. ખાસ કોવિડ રસીકરણ ઝુંબેશ આઝાદી કા અમૃત મહોત્સવનો (Azadi Ka Amrut Mahotsav) એક ભાગ (COVID vaccination Amrit Mahotsava) છે અને તેને મિશન મોડમાં લાગુ કરવામાં આવી રહી છે.
બુસ્ટર ડોઝના પ્રસારને વેગ આપવા: આ અભિયાનનો ઉદ્દેશ્ય પાત્ર પુખ્ત વયના લોકોમાં કોરોના પ્રિકોશન ડોઝના પ્રસારને વેગ આપવાનો છે. આ સંદર્ભમાં, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય સચિવો અને રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) ના મેનેજિંગ ડિરેક્ટર્સ (MDs) સાથે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ પાત્ર લાભાર્થીઓને રસી આપીને અને તેમને પ્રિકોશન ડોઝ આપીને સંપૂર્ણ COVID-19 રસીકરણ કવરેજ તરફ સઘન અને મહત્વાકાંક્ષી રીતે આગળ વધવા વિનંતી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: હિંદુ રાષ્ટ્ર તરફ વધુ એક પગલુ અગ્રેસર, મોહન ભાગવત કરશે મંદિરનું ઉદ્ઘાટન
નિ:શુલ્ક બુસ્ટર ડોઝ: કેન્દ્રીય આરોગ્ય સચિવે ભારપૂર્વક (COVID vaccination) જણાવ્યું હતું કે, વય જૂથો - 18 વર્ષ અને તેથી વધુ (8 ટકા) અને 60 વર્ષ અને તેથી વધુ (27 ટકા) વચ્ચે પ્રિકોશન ડોઝનો ઓછો હિસ્સો ચિંતાનું કારણ છે. ભારત સરકારે તમામ સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો પર 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે નિ:શુલ્ક પ્રિકોશન ડોઝ પૂરા પાડવા માટે વિશેષ ઝુંબેશ 'COVID રસીકરણ અમૃત મહોત્સવ' શરૂ કરવાની જાહેરાત કરી છે. તે 15 જુલાઈથી 30 સપ્ટેમ્બર, 2022 સુધી 75 દિવસ માટે રહેશે. પ્રિકોશન ડોઝ માટે લાયક લોકોમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેમણે બીજા ડોઝની તારીખ પછી 6 મહિના (અથવા 26 અઠવાડિયા) પૂર્ણ કર્યા છે.
રસીકરણ શિબિરોનું આયોજન: રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 'જન અભિયાન' સ્વરૂપે શિબિર અભિગમ દ્વારા 75 દિવસ માટે 'કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ'નો અમલ કરવા વિનંતી કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેમને ચાર ધામ યાત્રા (ઉત્તરાખંડ), અમરનાથ યાત્રા (જમ્મુ અને કાશ્મીર), કાવડ યાત્રા (ઉત્તર-ભારતના તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો) તેમજ મોટા મેળાઓ અને સમૂહના રૂટ પર વિશેષ રસીકરણ શિબિરોનું આયોજન કરવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો: હવે પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા, જાણો શુ છે કારણ
રસીકરણ શિબિરો યોજવાની સલાહ: તેમજ કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને મોટા ઓફિસ સંકુલો (જાહેર અને ખાનગી), ઔદ્યોગિક સંસ્થાઓ, રેલ્વે સ્ટેશનો, આંતર-રાજ્ય બસ સ્ટેન્ડ્સ, શાળાઓ અને કોલેજો વગેરેમાં વિશેષ કાર્યસ્થળ રસીકરણ શિબિરો યોજવાની સલાહ આપી હતી. આવા તમામ ખાસ રસીકરણ કેમ્પમાં ફરજિયાતપણે કોવિન દ્વારા રસી આપવામાં આવે છે અને રસીકરણ પ્રમાણપત્ર સાથે આપવામાં આવે છે.