ETV Bharat / bharat

Hormonal Imbalance: મહિલાઓના અંતઃસ્ત્રાવ સ્વાસ્થ્યને પણ અસર કરી રહ્યો છે કોરોના - Menstrual cycle

ગત એક વર્ષથી વધુ સમયથી કોરોનાની (Corona) વધતીઘટતી ગતિએ લોકોના મનમાં ભય વધાર્યો છે. અનિશ્ચિતતા, ચિંતા અને તાણ જેવી સમસ્યાઓના કારણે લોકોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ રહ્યું છે. ખાસ કરીને મહિલાઓમાં હોર્મોન અસંતુલન (Hormonal Imbalance in Women) જેવી સમસ્યાઓ મોટી સંખ્યામાં જોવાસાંભળવામાં આવી રહી છે.

Hormonal Imbalance: મહિલાઓના અંતઃસ્ત્રાવ સ્વાસ્થ્યને પણ અસર કરી રહ્યો છે કોરોના

author img

By

Published : Jun 24, 2021, 6:04 PM IST

  • કોરોના (Corona) મહામારીના કારણે મહિલાઓના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પર અસર
  • હોર્મોનલ સમસ્યાઓને લઇને જોવા મળી રહી છે કેટલીક બાબતો
  • ETV Bharat Sukhibhav દ્વારા વિષય નિષ્ણાત ડૉ. મંજુલા અનાગાનીનું માર્ગદર્શન

ન્યૂઝ ડેસ્ક: કોરોનાની (Corona) અસર સીધી અને પરોક્ષ બંને રીતે મહિલાઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડી છે. ખાસ કરીને કોરોના સંક્રમણનો ભોગ બનેલી મહિલાઓના માસિક ચક્રમાં (Menstrual cycle) વિવિધ સમસ્યાઓ (Hormonal Imbalance in Women) અને ફેરફારો જોવા મળ્યાં છે. મહિલાઓના સ્વાસ્થ્ય પર કોરોનાના પ્રભાવ વિશે વધુ જાણવા ETV Bharat Sukhibhav દ્વારા કેર હોસ્પિટલ હૈદરાબાદના ક્લિનિકલ ડિરેક્ટર અને સ્ત્રીરોગ વિભાગના વડા પદ્મશ્રી ડો. મંજુલા અનાગાની સાથે વિશેષ વાતચીત કરી હતી.

કોરોનાથી મહિલાઓના માસિક ચક્ર પર અસર

ડો. મંજુલા કહે છે કે કોરોનાને કારણે સ્ત્રીઓના આંતરસ્ત્રાવીય સ્વાસ્થ્ય અને માસિક ચક્ર પર (Hormonal Imbalance in Women) ઘણી અસર થઈ છે. કોરોનાને (Corona) કારણે શરીરના વિવિધ ભાગોમાં થતાં સોજાની હોર્મોન્સની માત્રા અને ગુણવત્તાને અસર થાય છે. ડોકટરોના ધ્યાનમાં આવતા મોટાભાગના કેસોમાં બે તબક્કા સૌથી વધુ દેખાય છે.

નોંધપાત્ર છે કે સામાન્યતઃ કોવિડ19ની સારવાર દરમિયાન દર્દીઓને લોહી પાતળું કરવાની દવાઓ આપવામાં આવે છે. આ દવાઓની અસરને કારણે, સ્ત્રીઓ માસિક સ્રાવમાં અસામાન્યતા (Hormonal Imbalance in Women) સર્જાઈ રહી છે, જેમ કે માસિક ચક્રમાં (Menstrual cycle) બેથી ત્રણ ચક્રમાં વધુ રક્તસ્રાવ થવો. આ એક હંગામી સ્થિતિ છે જે સામાન્ય રીતે 6 મહિનાથી 1 વર્ષમાં સામાન્ય થઈ જાય છે. કોવિડ -19 પ્રતિરોધક રસી લેવામાં આવ્યાં પછી પણ સ્ત્રીઓના માસિક ચક્રમાં કેટલાક ફેરફારો જોવા મળે છે. જો કે તે પણ કાયમી નથી અને થોડા સમયમાં સ્વસ્થ થઈ જાય છે.

સેનેટરી નેપકિનનો નિકાલ

ડો. મંજુલાએ કહ્યું કે શરીરની રોગપ્રતિકારક શક્તિ માસિક સ્રાવ (Menstrual cycle) દરમિયાન થતાં રક્તસ્ત્રાવને અસર કરતું નથી. ઉપયોગમાં લેવાતા સેનિટરી નેપકિન્સ એટલે કે પેડ્સને સંક્રમણ ફેલાવતાં પરિબળોમાં ગણવામાં આવતાં નથી. કારણ કે કોવિડ -19 રક્ત સંક્રમણ અથવા લોહી દ્વારા ફેલાતો રોગ. પરંતુ તે એક ડ્રોપલેટ સંક્રમણ છે જે ચેપગ્રસ્ત વ્યક્તિની ખાંસી અથવા છીંક દ્વારા ફેલાય છે. તેથી, આવી સ્થિતિમાં મહિલાઓ વપરાયેલા સેનિટરી નેપકિન્સનો નિકાલ સામાન્ય સ્થિતિમાં કરે તે જ રીતે કરી શકે છે.

આ પણ વાંચોઃ શું માનસિક રોગ માત્ર સ્ત્રીઓને જ થાય છે ? વાંચો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સર્વે

મહિલાઓમાં વધી રહેલો ડર અને મેદસ્વિતા

ડો. મંજુલા કહે છે કે કોરોનાકાળમાં મોટાભાગની મહિલાઓે ઘરબહાર જવા પર કોરોના થવાનો ડર અછવા તો વેક્સીન લગાવાયાંથી થતી સમસ્યા થશે એવા કેટલાક ડરનો અજાણતાં જ શિકાર બની રહી છે. આટલું જ નહીં, સંક્રમણને લીધે, લોકડાઉનમાં મોટાભાગની મહિલાઓની ખાવાની ટેવ અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. વર્ક ફર્મ હોમને લીધે વધેલા કામના વધારાના દબાણને કારણે દિનચર્યાને પણ અસર થઈ છે. નિયમિત રીતે શિથિલતા અને શિસ્તનો અભાવ સ્ત્રીઓમાં સ્થૂળતા જેવી સમસ્યાઓના સ્વરૂપમાં દેખાય છે. મેદસ્વીપણા અને હોર્મોનલ અસંતુલનને (Hormonal Imbalance in Women) કારણે મહિલાઓમાં પણ પીસીઓએસ જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. એટલું જ નહીં જે મહિલાઓ આ સમસ્યા સાથે પહેલેથી જ સંઘર્ષ કરી રહી છે તેમને હાલના સંજોગો વધુ ગંભીર બનાવી રહી છે.

હોસ્પિટલ જવું સુરક્ષિત છે

ડો. મંજુલાએ જણાવ્યું કે હાલના સંજોગોમાં મોટાભાગની મહિલાઓ માત્ર તેમની નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે જ નહીં, પરંતુ સામાન્ય પ્રજનન રોગો અથવા સમસ્યા હોય તો પણ અને સારવાર માટે હોસ્પિટલમાં જતાં અચકાતી હોય છે. કારણ કે હોસ્પિટલો વિશે સામાન્ય ગેરસમજ છે કે જો હોસ્પિટલમાં જઇશું તો ચોક્કસે કોરોના સંક્રમણ (Corona) થશે તેે બરાબર નથી. કોરોનાને ધ્યાનમાં રાખતાં તો હોસ્પિટલ સૌથી સલામત સ્થળોમાંની એક છે કારણ કે સલામતીના તમામ ધોરણો અને પગલાં ત્યાં લેવામાં આવે છે. એમ પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલો અને કોવિડ હોસ્પિટલોને અલગ કરવામાં આવી છે.

નિયમિત તપાસની જરુરત

ડો. મંજુલા જણાવે છે કે કોઇ સમસ્યા થાય તો જ નહીં, સામાન્ય અવસ્થામાં પણ મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનું નિયમિત ચેકઅપ કરાવતાં રહેવું જોઇએ. ખાસ કરીને એ મહિલાઓ કે જે મેનોપોઝ તબક્કામાંથી પસાર થઈ રહી છે. નિયમિત તબીબી તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે જો મેનોપોઝ સ્ટેજને લીધે 10 દિવસ સુધી સતત રક્તસ્ત્રાવ રહે છે તો તે એનિમિયાના લક્ષણો દેખાવા લાગે છે. જેનું ધ્યાન રાખવામાં ન આવે તો મહિલાઓને પેટમાં દુખાવો અને વર્તનમાં ચીડિયાપણું જેવી ઘણી સમસ્યાઓ સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચોઃ Caregiver Burnout: કોવિડ દર્દીની સંભાળ રાખનારાઓ વિશેષ ધ્યાન આપો, તમારો સ્ટ્રેસ આ રીતે કરો દૂર

કેટલીક ધ્યાન આપવા જેવી બાબતો

ડો. મંજુલાના જણાવ્યા પ્રમાણે સ્વસ્થ રહેવા માટે ખૂબ જરુરી છે કે મહિલાઓ કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખે

40 કે તેથી વધુ 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ નિયમિતપણે કેલ્શિયમ સપ્લિમેન્ટ લેવાનું રાખવું જોઈએ. કારણ કે આ વય પછી મહિલાઓના શરીરમાં કુદરતી કેલ્શિયમનું ઉત્પાદન સામાન્ય રીતે બંધ થઈ જાય છે. ખોરાક દ્વારા માત્ર 500 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. એ જ રીતે કિશોરવયની છોકરીઓએ વિટામિનની ઉણપની તપાસ કરાવવી આવશ્યક છે.

મહિલાઓને કોઈ પણ ઉંમરે થાઇરોઇડની સમસ્યા થઈ શકે છે. પછી ભલે તે નાની બાળકી હોય, આધેડ વયની સ્ત્રી હોય અથવા મેનોપોઝના તબક્કામાંથી પસાર થઈ રહી હોય. થાઇરોઇડ સામાન્ય રીતે સ્ત્રીઓમાં પણ ત્યારે જ જોવા મળે છે જ્યારે માસિક સ્રાવ (Menstrual cycle) દરમિયાન તીવ્ર પીડા અનુભવાય અથવા રક્તસ્રાવ વધારે પડતો થતો હોય. થાઈરોઇડ સમસ્યા મહિલાઓના વજનમાં સામાન્ય રીતે વધારો કરે છે અને એમ્નીયુરિયા જેવી સમસ્યાઓ થવા લાગે છે. માનવામાં આવે છે કે આનુવંશિકતા સાથે વિવિધ પરિબળો થાઇરોઇડ હોવા માટે જવાબદાર છે. જેમાં પ્લાસ્ટિકના ઉપયોગને કારણે શરીરમાં અંતઃસ્ત્રાવી પરિવર્તન (Hormonal Imbalance in Women) થાય છે અને વિવિધ કારણોથી થતું હવાનું પ્રદૂષણ પણ એન્ડોક્રોઇન પરિવર્તન માટે જવાબદાર છે. ખૂબ જ મહત્વપૂર્ણ છે કે દર છ મહિનામાં એકવાર થાઇરોઇડ પરીક્ષણ કરાવી લેવુંં જોઈએ.

ડો. મંજુલા કહે છે કે રસીકરણ દરમિયાન ગર્ભવતી મહિલાઓ તથા સ્તનપાન કરાવતી માતાઓને પ્રાથમિકતા આપવી જોઇએ. કારણ કે તેમને સંક્રમણની દ્રષ્ટિએ વધુ સંવેદનશીલ માનવામાં આવે છે. સાથે એ ધ્યાનમાં રાખવું જરુરી છે કે આવી મહિલાઓના (Vaccination) રસીકરણ દરમિયાન બે ડોઝ વચ્ચેનો સમયગાળો અનાવશ્યકપણે વધારવામાં ન આવે. કોઇપણ વયની મહિલા હોય પણ કોવિડ19 રસીકરણ બધાં માટે બહુ જરુરી છે.

આ સંદર્ભે વધુ જાણકારી માટે manjuanagani@yahoo.com. પર સંપર્ક કરી શકાય છે.

આ પણ વાંચોઃ મહિલાઓના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે 'પીઓપી'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.