નવી દિલ્હી: દેશમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 20,528 નવા કેસ નોંધાયા (Corona Cases In India) બાદ, સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,37,50,599 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 49 લોકોના મૃત્યુ (Corona Death India) બાદ, કુલ મૃત્યુઆંક વધીને 5,25,709 થઈ ગઈ છે. અગાઉ શનિવારે 20,044 નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, વધુ 56 સંક્રમિતોના મોત થયા હતા.
આ પણ વાંચો : Corona cases in Gujarat: કોરોનાના કેસો ધીમે ધીમે વધ્યા, જાણો શું છે આજનો કરોના રીપોર્ટ
20,044 નવા કેસ નોંધાયા : નોંધપાત્ર રીતે, દેશમાં એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના 20,044 નવા કેસ નોંધાયા બાદ, દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,37,30,071 થઈ ગઈ છે. તે જ સમયે, દેશમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 1,40,760 થઈ ગઈ છે. શનિવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, સંક્રમણના કારણે વધુ 56 લોકોના મોત થયા બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5,25,660 થયો છે.
આ પણ વાંચો : સુરતમાં વધતા કોરોનાના કેસોના કારણે લેવાયો મહત્વનો નિર્ણય, ચેતી જજો નહીં તો..
દૈનિક સંક્રમણ દર 4.80 ટકા : દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 1,40,760 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યામાં 1,687 નો વધારો થયો છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.48 ટકા છે. ડેટા અનુસાર, દૈનિક સંક્રમણ દર 4.80 ટકા છે, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 4.40 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,30,63,651 લોકો સંક્રમણ મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.20 ટકા છે. તે જ સમયે, રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 199.71 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.