ETV Bharat / bharat

નિષ્ણાતોએ કોરોનાની ચોથી લહેરની કરી આગાહી, આ સમયગાળા દરમિયાન આવશે ચોથી લહેર - Corona virus

દેશમાં ફરી એક વખત લોકોને કોરોનાનો(Corona virus) ભય સતાવી રહ્યો છે. દેશમાં કોરોનાની ચોથી લહેરના(COVID 4TH WAVE) ભણકારા વાગી રહ્યા છે. નિષ્ણાતોના મતે(Corona, according to experts), કોરોનાની ચોથી લહેર જૂન મહિનામાં આવી શકવાની પુરી સંભાવના છે અને મહત્વની બાબત એ છે કે, તેની અસર ઓક્ટોબર સુધી રહેશે. IIT કાનપુર સહિત અન્ય તમામ નિષ્ણાતોએ કોરોનાના ચોથી લહેરની આગમનની પુષ્ટિ કરી છે.

COVID 4TH WAVE
COVID 4TH WAVE
author img

By

Published : Apr 27, 2022, 6:45 AM IST

Updated : Apr 27, 2022, 8:31 AM IST

બેંગલુરુઃ જૂનમાં કોરોનાની ચોથી લહેર(fourth wave of corona) ટોચ પર હશે અને તેની અસર ઓક્ટોબર સુધી રહેશે. કર્ણાટકના સ્વાસ્થ્ય પ્રધાન કે સુધાકરે એક્સપર્ટના રિપોર્ટને ટાંકીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ચોથી લહેરમાં,(COVID 4TH WAVE) ઓમિક્રોન વેરિઅન્ટ BA.2 થી કોરોનાનો પ્રકોપ જોવા મળશે. સરકાર ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર અહેવાલ જાહેર કરશે.

આ પણ વાંચો - Corona Vaccine For Children: હવે 6થી 12 વર્ષના બાળકો માટે પણ આવી ગઈ વેક્સિન

ચોથી લહેર આપશે દહેશત - કે સુધાકરના જણાવ્યા અનુસાર, IIT કાનપુરે ડેટા અને રિપોર્ટ શેર કર્યો છે. રિપોર્ટ અનુસાર જૂનના અંતમાં કોરોનાની ચોથી લહેર શરૂ થશે. કોરોનાના વધતા જતા કેસોને કારણે IIT નિષ્ણાતોનો આ અંદાજ સાચો સાબિત થઈ શકે છે. ચોથો વેવ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. IIT કાનપુર દ્વારા અગાઉ કરવામાં આવેલી ત્રણ આગાહી સાચી સાબિત થઈ છે. ચોથી લહેર વિશે બહાર પાડવામાં આવેલ અહેવાલ વૈજ્ઞાનિક ડેટા પર આધારિત છે, તેથી તેને નકારી શકાય નહીં. ચોથી વેવમાં કોરોના કેસની સંખ્યા ઓછી હશે, તે દાવો કરી શકાય નહીં. કોરોનાના નવા વેરિઅન્ટની તપાસ ચાલી રહી છે, અત્યારે તેને ઓમિક્રોનનું સબલાઇનેજ માનવામાં આવે છે. વેરિઅન્ટ સંબંધિત માહિતી એક-બે દિવસમાં જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો - India Corona Cases : કોરોનાએ ફરી રફ્તાર પકડી, 24 કલાકમાં 16,522 કેસ નોંધાયા

કયારે આવશે ચોથી લહેર - સી.એન. શ્રી જયદેવ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોવેસ્ક્યુલર સાયન્સ એન્ડ રિસર્ચ, બેંગલુરુના ડિરેક્ટર મંજુનાથે જણાવ્યું હતું કે, કર્ણાટકમાં કોવિડના BA.2.10 અને BA.2.12 ના વેરિઅન્ટો મળી આવ્યા છે. BA.2 વેરિઅન્ટને કારણે કોવિડની ચોથી લહેર આગામી ત્રણથી ચાર અઠવાડિયામાં શરૂ થશે. રાહતની વાત એ છે કે આ સમય દરમિયાન હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા પહેલા કરતા ઓછી થઈ જશે, જોકે ચેપ ઝડપથી ફેલાશે. આગામી બે અઠવાડિયામાં કોવિડના કેસોમાં વધારો જોવા મળશે. દિલ્હી અને મુંબઈ સહિત ઘણા રાજ્યોમાં લોકો કોરોનાના BA.2.12 મ્યુટન્ટથી પ્રભાવિત થઈ રહ્યા છે. દિલ્હી-NCRમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જેના કારણે તમામ રાજ્યોએ ફરીથી કોવિડ પ્રોટોકોલ લાગુ કર્યો છે.

Last Updated : Apr 27, 2022, 8:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.