- કોરોના વાયરસને લઈને WHOનું મહત્વનું નિવેદન
- ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ એન્ડેમિક સ્ટેજ પર પહોંચી શકે
- 70 ટકા રસીકરણ થવાથી ભારત એકવાર ફરી સામાન્ય અવસ્થામાં આવી જશે
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં ઘટાડો આવ્યો છે. આ દરમિયાન કોરોના વાયરસને લઈને WHOનું મહત્વનું નિવેદન સામે આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર સૌમ્યા વિશ્વનાથને કહ્યું કે આપણે આવનારા સમયમાં એવી અવસ્થામાં જઈ શકીએ છીએ જ્યાં કોરોના વાયરસ ફેલાવાનો દર ઓછો અથવા મધ્યમ સ્તર પર રહેશે. દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઇને સરકાર એલર્ટ થઈ ગઈ છે. આ ક્રમમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર સૌમ્યા વિશ્વનાથને મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ એન્ડેમિક સ્ટેજ પર પહોંચી શકે છે. ઉલ્લેખનીય છે કે એન્ડેમિક સ્ટેજનો અર્થ એ થાય છે જેમાં દેશની જનતાએ વાયરસની સાથે જીવવું પડે છે. એટલે કે વાયરસના ફેલવાની પ્રકૃતિ હવે સ્થાનિક થઈ શકે છે, જ્યારે પેનેડેમિકમાં વસ્તીનો મોટોભાગ વાયરસની ઝપેટમાં આવે છે.
ભારતને લઈને WHOએ આપ્યું મોટું નિવેદન
મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર સૌમ્યા વિશ્વનાથને ભારતને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતની વસતી ઘણી વધારે છે. આ કારણે દેશના અલગ-અલગ ભાગોમાં આ વાયરસનો ઉતારચઢાવ જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મુખ્ય વૈજ્ઞાનિક ડૉકટરે કહ્યું કે, આપણે આવનારા સમયમાં એવી અવસ્થામાં જઈ શકીએ છીએ જ્યાં કોરોના વાયરસના ફેલાવાનો દર ઓછો અથવા મધ્યમ સ્તર પર રહેશે. આ સાથે જ તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં કોવિડ વાયરસના ઝડપથી ફેલાવાની કોઈ સંભાવના જોવા નથી મળી રહી. સૌમ્યા વિશ્વનાથને આશા વ્યક્ત કરતાં કહ્યું કે, આગામી વર્ષ 2022ના અંત સુધી દેશની લગભગ 70 ટકા જનતાનું રસીકરણ થઈ જશે. 70 ટકા રસીકરણ થવાથી ભારત એકવાર ફરી સામાન્ય અવસ્થામાં આવી જશે.
કોરોનાની સ્થિતિ એન્ડેમિક સ્ટેજમાં જઈ શકે છે
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર વધારે ખતરો તોળાઈ રહ્યો છે. આ મામલે સૌમ્યા વિશ્વનાથને કહ્યું કે, માતાપિતાએ ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે બીજા દેશોથી જે પણ આપણે શીખ્યાં છીએે તેનાથી એ જ જાણવા મળે છે કે બાળકો સંક્રમિત થઈ શકે છે અને બીમારી ફેલાવી શકે છે. પરંતુ મોટાભાગનો સમય બાળકોને સામાન્ય બીમારી થાય છે અને ઘણી ઓછી સંખ્યામાં બીમાર પડે છે.
તેમણે જણાવ્યું કે, બીજી બીમારીઓ માટે તૈયારી સ્વાસ્થ્ય સિસ્ટમની અનેક રીતે મદદ કરવાની છે, પરંતુ આપણે આ વિશે ચિંતા કરવાની જરૂર નથી કે હજારો બાળકો ICUમાં જઈ રહ્યાં છે. સંભવિત ત્રીજી લહેરના પ્રશ્ન પર તેમણે જણાવ્યું કે, અત્યારે આ વિશે કંઈ કહી ન શકાય. તેમણે કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે તે વિશે જાણકારી આપવી સંભવ નથી.
આ પણ વાંચોઃ ઓક્ટોબરમાં આવી શકે છે કોરોનાની પીક, આ લોકોને થશે સૌથી વધું અસર.....
આ પણ વાંચોઃ ભારતમાં કોરોનાની સ્થિતિ અંગે W.H.O.ના મુખ્ય વૈજ્ઞાનિકે શું કહ્યું? જુઓ