ETV Bharat / bharat

24 કલાકમાં કોરોનાના નવા 2.59 લાખ કેસ, 4,209 મૃત્યુ, જાણો રાજ્યોની સ્થિતિ

ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ધીમે ધીમે ઘટતો જાય છે. નિષ્ણાતો કહે છે કે, મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન અને કરફ્યૂના કારણે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળે છે. ચિંતાનો વિષય છે કે, એક તરફ જ્યાં નવા કેસો ઓછા થઈ રહ્યા છે, બીજી બાજુ સંક્રમણના કારણે થતા મૃત્યુમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.

24 કલાકમાં કોરોનાના નવા 2.59 લાખ કેસ, 4,209 મૃત્યુ, જાણો રાજ્યોની સ્થિતિ
24 કલાકમાં કોરોનાના નવા 2.59 લાખ કેસ, 4,209 મૃત્યુ, જાણો રાજ્યોની સ્થિતિ
author img

By

Published : May 21, 2021, 11:24 AM IST

  • છેલ્લા 24 ક્લાકમાં દેશમાં કોરોના વાઇરસની 14,82,754 લોકોને રસી આપવામાં આવી હતી
  • દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 30,27,925 થઇ છે
  • ગુરુવારે ભારતમાં કોરોના વાઇરસ માટે 20,61,683 નમૂના પરીક્ષણો કરાયા હતા

હૈદરાબાદ: કોરોનાની બીજી લહેર ધીરે ધીરે નબળી થઇ રહી છે. આજે ભારતમાં કોરોનાના 2,59,591 નવા કેસ આવ્યા પછી, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2,60,31,991 થઇ ગઇ છે. 4,209 નવા મૃત્યુઆંક પછી, મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 2,91,331 થઈ ગઈ છે. 3,57,295 નવા ડિસ્ચાર્જ પછી કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,27,12,735 થઇ હતી. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 30,27,925 થઇ છે.

આ પણ વાંચોઃ કોરોનાએ એક જ દિવસમાં તોડ્યો મૃત્યુ રેકોર્ડ, 4529 મોત, 2.67 લાખ નવા કેસ

કુલ રસીકરણનો આંકડો 19,18,79,503 થયો હતો

જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા 24 ક્લાકમાં દેશમાં કોરોના વાઇરસની 14,82,754 લોકોને રસી આપવામાં આવી હતી, જે પછી કુલ રસીકરણનો આંકડો 19,18,79,503 થયો હતો. ગઈકાલ ગુરુવારે ભારતમાં કોરોના વાઇરસ માટે 20,61,683 નમૂના પરીક્ષણો કરાયા હતા, ગઈકાલ ગુરુવાર સુધીમાં કુલ 32,44,17,870 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે

બુધવારે એક દિવસમાં ભારતમાં કોવિડ-19ના 2,76,110 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણના કારણે 3,874 લોકોના મોત નીપજ્યાં હતાં. દેશમાં ચાર દિવસ પછી, 24 ક્લાકમાં સંક્રમણથી મૃત્યુના ચાર હજારથી ઓછા કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 ક્લાકમાં બંગાળમાં સૌથી વધુ 162 લોકોના મોત નોંધાયા છે, જ્યારે 19,091 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 13,895 પર પહોંચી ગયો છે અને કુલ કેસની સંખ્યા 1,29,958 પર પહોંચી ગઈ છે.

દિલ્હીમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસોમાં 75ટકાનો ઘટાડો થયો છે

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસોમાં 75ટકાનો ઘટાડો થયો છે, જ્યારે મૃત્યુમાં માત્ર 27ટકાનો ઘટાડો નોંધાયો છે. જો મુંબઈની વાત કરીએ તો છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસોમાં 25ટકા અને મૃત્યુમાં 23ટકાનો ઘટાડો થયો છે.

દેશમાં વધી રહ્યા છે બ્લેક ફંગસના કેસ

દેશમાં બ્લેક ફંગસના કેસ પણ સતત વધી રહ્યા છે. હરિયાણામાં અત્યાર સુધીમાં 226 બ્લેક ફંગસના કેસ નોંધાયા છે. હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વિજે કહ્યું હતું કે, આ માટે અમે તમામ મેડિકલ કોલેજોમાં 20-20 બેડમાં વોર્ડ રિઝર્વ રાખ્યા છે. અમે દવાઓ પ્રદાન કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. પંજાબના અમૃતસરમાં બ્લેક ફંગસના 17 કેસ નોંધાયા છે, જે 5-6 હોસ્પિટલ્સમાં નોંધવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5246 પોઝિટિવ કેસ નોંધાયા, 71 દર્દીના થયા મૃત્યું

તમિલનાડુ સરકારે બ્લેક ફંગસને નોટિફાઇડ ડિસિઝ તરીકે જાહેર કરી હતી

ગુજરાત સરકારે રાજ્યમાં મ્યુકરમાઇકોસિસ (બ્લેક ફંગસ)ને રાજ્યમાં મહામારી જાહેર કરી છે. આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ અને મેડિકલ કોલેજોએ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. તમિલનાડુ સરકારે પણ બ્લેક ફંગસને નોટિફાઇડ ડિસિઝ તરીકે પણ જાહેર કરી હતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.