- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42,640 કેસ નોંધાયા
- છેલ્લા 24 કલાકમાં 1,167 નોંધાયા મૃત્યું
- કુલ 6,62,521 એક્ટિવ કેસ છે
હૈદરાબાદઃ ભારતમાં કોરોનાના 42,640 નવા કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,99,77,861 થઇ છે. જ્યારે 1,167 મૃત્યું બાદ કુલ કોરોના મૃતકોની સંખ્યા 3,89,302 પહોંચી છે અને 81,839 નવા દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા બાદ કુલ ડિસ્ચાર્જ(Discharge)ની સંખ્યા કુલ 2,89,26,038 થઇ છે. જ્યારે દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 6,62,521 છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસની 86,16,373 રસી આપવામાં આવી છે, ત્યારબાદ કુલ વેક્સિનેશનનો કુલ આંક 28,87,66,201 થયો છે. ભારતમાં 91 દિવસ બાદ કોરોના કેસમાં ઘટાડો આવતા 50,000 થી ઓછા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાનો રિકવરી રેટ વધીને 96.49 ટકા થયો છે અને દૈનિક પોઝિટિવિટી દર 2.56 ટાકા છે.