ETV Bharat / bharat

દેશમાં 24 ક્લાકમાં કોરોનાના નવા 2.76 લાખ કેસ, 3,874ના મોત

ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ધીરે-ધીરે ઓછો થતો જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે, મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન અને કરફ્યૂના કારણે કોરોનાના કેસ ઓછા છે. ચિંતાનો વિષય છે કે, એક તરફ જ્યાં નવા કેસો ઓછા થઈ રહ્યા છે, બીજી બાજુ સંક્રમણના કારણે થતા મૃત્યુમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.

દેશમાં 24 ક્લાકમાં કોરોનાના નવા 2.76 લાખ કેસ, 3,874ના મોત
દેશમાં 24 ક્લાકમાં કોરોનાના નવા 2.76 લાખ કેસ, 3,874ના મોત
author img

By

Published : May 20, 2021, 1:58 PM IST

  • ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેરની ગતિ ધીમી થઈ ગઇ છે
  • દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 31,29,878 છે
  • દેશમાં ડિસ્ચાર્જ થયેલા કેસની કુલ સંખ્યા 2,23,55,440 છે

હૈદરાબાદ: છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં કોરોનાના સંક્રમણના દૈનિક કેસોમાં ઘટાડો થઈ રહ્યો હોવા છતાં, કોવિડ-19થી દૈનિક મોતનો આંકડો વધી રહ્યો છે, જે સરકાર તેમજ સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચોઃ ગુજરાત કોરોના અપડેટ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,017 પોઝિટિવ, 15,264 દર્દી કોરોનાનો માત આપી, 102 દર્દીના થયા મૃત્યુ

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19ના 2.76 લાખ નવા કેસ નોંધાયા છે

ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેરની ગતિ ધીમી થઈ ગઇ છે અને મૃત્યુઆંકમાં મોટો ઘટાડો થયો છે. પરંતુ નવા કેસ ફરી એકવાર વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19ના 2.76 લાખ નવા કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુની સંખ્યા ઘટીને ચાર હજાર થઈ ગઈ છે.

દેશમાં રસીકરણનો કુલ આંકડો વધીને 18,70,09,792 થયો છે

ગુરુવારે ભારતમાં જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ, કોરોનાના 2,76,070 નવા કેસ આવ્યા પછી, પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 2,57,72,400 થઈ ગઈ છે. તે જ સમયે 3,874 નવા મૃત્યુ પછી, મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 2,87,122 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 31,29,878 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 2,23,55,440 છે. દેશમાં રસીકરણનો કુલ આંકડો વધીને 18,70,09,792 થયો છે.

કોવિડ-19ના એક દિવસમાં 2,67,334 નવા કેસ નોંધાયા હતા

ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)ના જણાવ્યા અનુસાર, ગઈકાલ બુધવાર સુધી ભારતમાં કોરોના વાઇરસના કુલ 32,23,56,187 નમૂનાઓ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં ગઈકાલે 20,55,010 નમૂનાઓ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બુધવારે 24 ક્લાકમાં દેશમાં કોરોના સંક્રમણથી 4,529 લોકોના મોત નીપજ્યાં હતા. જ્યારે કોવિડ-19ના એક દિવસમાં 2,67,334 નવા કેસ નોંધાયા હતા.

8મેના રોજ કોરોનાના દૈનિક કેસ ચાર લાખથી વધુ હતા

આપને જણાવી દઈએ કે, 8મેના રોજ કોરોનાના દૈનિક કેસ ચાર લાખથી વધુ હતા, ત્યારબાદ મૃત્યુઆંક 4100ની નજીક હતો અને હવે જ્યારે દૈનિક કેસ ઘટીને 2,67,334 થઈ ગયા છે, ત્યારે મૃત્યુઆંક 4529 પર પહોંચી ગયો છે. જે વિશ્વભરમાં એક દિવસમાં કોરોનાથી મરનાર લોકોની સૌથી વધુ સંખ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 6,447 પોઝિટિવ આવ્યા, 9,557 દર્દી કોરોનાનો માત આપી, 67 દર્દીના થયા મૃત્યુ

જો આપણે છેલ્લા પાંચ દિવસના ડેટા જોઈએ તો પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે

મહિનોનવા કેસમોત
15 મે3,26,0983890
16 મે3,11,1704077
17 મે 2,81,3864106
18 મે 2,63,5334329
19 મે 2,67,3344529
20 મે2,76,0703,874

કોરોનાથી મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે

આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, કોરોનાથી મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. બુધવારે મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, દિલ્હી અને યુપીમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. આ રાજ્યોમાં સક્રિય કેસ વધુ છે. તે જ સમયે, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં બુધવારે કોવિડ-19ના ક્રમશઃ 208, 153, 69 અને 62 દર્દીઓનું મૃત્યુ થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.