- નિકિતા હત્યાકાંડનો ચૂકાદો
- વલ્લભગઢમાં ચર્ચામાં રહેલી નિકિતા તોમર
- નિકિતાની હત્યા તૌસીફ નામના યુવકે કરી હતી
ફરીદાબાદઃ વલ્લભગઢમાં ચર્ચામાં રહેલા નિકિતા તોમર હત્યાકાંડમાં સુનવણી પુરી થઇ ગઇ છે અને 24 માર્ચે ચૂકાદો સંભળાવવામાં આવશે. નિકિતાની હત્યા તૌસીફ નામના યુવકે કરી હતી અને તેમાં તેની મદદ રેહાન અને અજરુ નામના આરોપીએ પણ કરી હતી.
આ પણ વાંચોઃ હરિયાણાઃ ગૃહપ્રધાન બાદ હવે સીએમ ખટ્ટરે પણ લવ જેહાદ પર કાયદો બનાવવાના સંકેત આપ્યા
હરિયાણા સરકારે લવ જેહાદ કાનૂન બનાવવાની પણ ચર્ચા
જે સમયે નિકિતા કોલેજની બહાર જઇ રહી હતી ત્યારે તે રેહાન કોલેજની બહાર કાર લઇને તેની રાહ જોતો હતો. જલદી જ નિકિતા કોલેજના ગેટમાંથી બહાર આવી ત્યારે તેણે તેને કારમાં બેસવા ખેચી પણ નિકિતા કારમાં બેઠી નહીં. જે બાદ તેણે બંદૂકથી નિકિતા તોમરને માથામાં ગોળી મારી હતી અને બંને કાર સાથે ત્યાંથી નાસી છૂટયા હતા. આ મુદ્દાને લઇને દેશમાં મોટો બબાલ થઇ ગઇ હતિ અને હરિયાણા સરકારને લવ જેહાદ કાનૂન બનાવવાની પણ ચર્ચા કરવી પડી હતી. પોલીસે આ મુદ્દે તૌસિફ રેહાન અને અજરુની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ ટૂલકિટ કેસ: અદાલત આજે નિકિતા જેકોબની જામીન અરજી પર સુનાવણી કરશે
નિકિતાના માતા-પિતાએ ફાંસીની સજા આપવાનું કહ્યુ
પોલીસે આ મુદ્દે 11 દિવસની અંદર 700 ચાર્જશીટ હાજર કરી હતી અને આ મુદ્દે સુનવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવામાં આવી હતી. આ પછી 24 માર્ચે આ ત્રણેય આરોપીઓ વિરુધ્ધ કોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવ્યો હતો. એવામાં આ નિર્ણયનો ફરીદાબાદ જ નહિ પરંતું આખો દેશ રાહ જોઇ રહ્યો છે. નિકિતાના માતા-પિતા આરોપીઓ માટે ફાંસીની સજાની માગ શરૂ કરતા આવી રહ્યા હતા.
શું છે નિકિતા હત્યાકાંડ?
જણાવવામાં આવે છે કે 26 ઓક્ટોબર 2020એ નિકિતાની ગોળી મારીને હત્યા કરવામા આવી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે નિકિતા કોલેજમાંથી પેપર આપીને ગેટની બહાર આવી. આ કેસમાં પોલીસે નિકિતા હત્યા કેસમાં તૌસિફ અને તેના સાથીની ધરપકડ કરી હતી. લવ જેહાદના કેસના કારણે લાંબા સમયથી નિકિતાના ન્યાય માટે ફરીદાબાદમાં પણ લોકોનો ગુસ્સો જોવા મળ્યો હતો. તે દરમિયાન, સરકાર વતી આ કેસનો ઝડપી નિકાલ માટે કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.