- 4 અરજીઓમાં સૌથી વધુ અંક છતાં સાંગવાનને ન મળ્યો દ્રોણાચાર્ય એવોર્ડ
- કોર્ટે કેન્દ્ર સરકારને પોતાનો પક્ષ રાખવા નિર્દેશ આપ્યો
- 12 નવેમ્બર સુધી જવાબ દાખલ કરવા કહ્યું
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) હૉકી ટીમના કોચ સંદીપ સાંગવાન (Hockey Couch Sandeep Sangwan)ને આ વર્ષે દ્રોણાચાર્ય એવોર્ડ (Dronacharya Award) ન આપવાની વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને પોતાનો પક્ષ રાખવા નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ રેખા પલ્લીની બેંચે 12 નવેમ્બર સુધી જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
દ્રોણાચાર્ય એવોર્ડ ન આપવાના કેન્દ્રના નિર્ણયને પડકાર્યો
સાંગવાને અરજી દાખલ કરીને આ વર્ષે રેગ્યુલર કેટેગરીમાં દ્રોણાચાર્ય એવોર્ડ ન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકાર્યો છે. અરજીકર્તા તરફથી વરિષ્ઠ વકીલ રાહુલ મેહરાએ કહ્યું કે, સાંગવાન હૉકીના જાણીતા કોચ છે, પરંતુ રમતગમત મંત્રાલયએ 2 નવેમ્બરના દ્રોણાચાર્ય એવોર્ડ મેળવનારાઓની યાદીમાં તેમનું નામ સામેલ ના કર્યું.
સાંગવાનને સૌથી વધુ અંક મળ્યા હોવા છતાં દ્રોણાચાર્ય એવોર્ડ ન મળ્યો
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, હૉકીમાં એવોર્ડ માટે 4 અરજીઓ આપવામાં આવી હતી. તેમાં સાંગવાનને સૌથી વધારે અંક મળ્યા હતા, પરંતુ તેમ છતાં સાંગવાનને દ્રોણાચાર્ય એવોર્ડની યાદીથી બહાર રાખવામાં આવ્યા. આવું કરવું અરજદારની સાથે ભેદભાવ છે.
અરજીમાં કઈ માંગ કરવામાં આવી?
અરજીમાં દ્રોણાચાર્ય એવોર્ડ માટે નામ પસંદ કરવા સંબંધિત તમામ દસ્તાવેજોને રજૂ કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે સાંગવાનને રેગ્યુલર કેટેગરીમાં દ્રોણાચાર્ય એવોર્ડ આપવાની માર્ગદર્શિકા આપવામાં આવે.
આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસનો આરોપ- નવાબ મલિકનો અંડરવર્લ્ડ સાથે સંપર્ક...
આ પણ વાંચો: રાફેલ કૌભાંડ પર ભાજપે કહ્યું- સત્ય આવ્યું સામે, 2013 પહેલા 65 કરોડની આપી લાંચ