નવી દિલ્હી: રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતામાં બજેટ કેવી રીતે મદદ કરશે તે અંગેના વેબિનારને (Indigenous defense industry) સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, લોકો સંરક્ષણ ક્ષેત્રની સ્પર્ધાથી વાકેફ છે. વડાપ્રધાને કહ્યું કે, 'જ્યારે વિદેશથી સંરક્ષણ સાધનો ખરીદવામાં (DEFENCE PURCHASE FROM ABROAD) આવતા હતા, ત્યારે તમામ પ્રકારના આક્ષેપો વારંવાર કરવામાં (CORPORATE RIVALRY LEADS TO CONTROVERSIES) આવતા હતા. હું આ મુદ્દાના ઊંડાણમાં જવા માંગતો નથી, પરંતુ એ વાત સાચી છે કે દરેક ખરીદીમાં વિવાદ હોય છે.
ઉત્પાદિત સંરક્ષણ ઉપકરણોની ટીકા કરવાનો ટ્રેન્ડ
વિવિધ સંરક્ષણ કંપનીઓ વચ્ચેની સ્પર્ધાને કારણે અન્ય લોકો દ્વારા ઉત્પાદિત સંરક્ષણ ઉપકરણોની ટીકા કરવાનો ટ્રેન્ડ બની ગયો છે. કયું શસ્ત્ર સારું છે અને કયું ખરાબ, કયું શસ્ત્ર ઉપયોગી છે અને કયું નથી તે અંગે પણ ઘણી મૂંઝવણ ઊભી થાય છે. આ ખૂબ જ આયોજનબદ્ધ રીતે કરવામાં આવે છે. કોર્પોરેટ જગતમાં આ હરીફાઈનો એક ભાગ છે.
આત્મનિર્ભર ભારત અભિયાન અનેક સમસ્યાઓનું સમાધાન આપે છે
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આવી બાબતો ભ્રષ્ટાચાર અને આશંકા પેદા કરે છે અને ભ્રષ્ટાચારના દરવાજા પણ ખોલે છે. આત્મનિર્ભર ભારત અભિયાન (Self reliant India campaign) આવી અનેક સમસ્યાઓનું સમાધાન આપે છે. ભ્રષ્ટાચારના આક્ષેપો અને વિદેશમાંથી ખરીદવામાં આવતા સંરક્ષણ સાધનોમાં વચેટિયાઓના ઉપયોગથી દેશમાં મોટાભાગે મોટા વિવાદો સર્જાયા છે. 1989માં કોંગ્રેસ ચૂંટણી હારી ગઈ કારણ કે, તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકાર પર સ્વીડિશ કંપની બોફોર્સ પાસેથી હોવિત્ઝર્સ ખરીદવામાં ભ્રષ્ટાચારનો આરોપ હતો.
ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ફાઈટર જેટ ખરીદવાનો મુદ્દો ભારતમાં વિવાદાસ્પદ
વડાપ્રધાન મનમોહન સિંહની સરકારે ઈટાલિયન ડિફેન્સ કંપની લિયોનાર્ડો પાસેથી અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટરની ખરીદી માટેનું ટેન્ડર રદ કર્યું હતું. ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિએશન પાસેથી 36 રાફેલ ફાઈટર જેટ ખરીદવાનો મુદ્દો પણ વડાપ્રધાન મોદીના નિર્ણયને કારણે ભારતમાં ઘણો વિવાદાસ્પદ રહ્યો હતો. વિપક્ષ કોંગ્રેસે સરકાર પર આ ડીલમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો અને 2019ની સામાન્ય ચૂંટણીમાં મુખ્ય ચૂંટણીનો મુદ્દો બની ગયો.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની કારનો સર્જાયો અકસ્માત, જાણો કેવી છે હાલત
બજેટમાં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા માટેની બ્લુપ્રિન્ટ સામેલ છે
આગામી વર્ષના બજેટમાં દેશની અંદર સંશોધન અને ડિઝાઇનના વિકાસ માટે બ્લુ પ્રિન્ટનો સમાવેશ થાય છે. આ વર્ષના બજેટમાં દેશમાં સંશોધન, ડિઝાઈન અને વિકાસથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધી વાઈબ્રન્ટ ઈકોસિસ્ટમ વિકસાવવા માટેની બ્લુપ્રિન્ટ છે. સંરક્ષણ બજેટમાં લગભગ 70% માત્ર ઘરેલું ઉદ્યોગ માટે રાખવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે અત્યાર સુધીમાં સકારાત્મક સ્વદેશીકરણ માટે 200થી વધુ સંરક્ષણ પ્લેટફોર્મ અને સાધનોની યાદી બહાર પાડી છે, અને 54,000 કરોડના કરાર પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. વડાપ્રધાને કહ્યું કે, 4.5 લાખ કરોડથી વધુના સંરક્ષણ સાધનો ખરીદવાની પ્રક્રિયા મંજૂરીના વિવિધ તબક્કામાં છે.