કોરોનાનો કહેર: મહારાષ્ટ્રમાં વિકેન્ડ લોકડાઉન, સોમવારથી કડક પ્રતિબંધ કરાશે - maharastra
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર ઝડપથી વધી રહ્યો છે. તેના પર નજર રાખતા મહારાષ્ટ્ર સરકારે કેટલાક નવા નિર્ણય લીધા છે. મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેથ મહારાષ્ટ્રમાં વિકેન્ડ લોકડાઉન લગાવાયું છે.
![કોરોનાનો કહેર: મહારાષ્ટ્રમાં વિકેન્ડ લોકડાઉન, સોમવારથી કડક પ્રતિબંધ કરાશે કોરોનાનો કહેર: મહારાષ્ટ્રમાં લોકડાઉન, સોમવારથી કડક પ્રતિબંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11278676-thumbnail-3x2-00.jpg?imwidth=3840)
- બાંધકામ સ્થળો પર કામદારોની રહેવાની સુવિધા હશે તોજ ચાલુ રખાશે
- અઠવાડિયાના બધા દિવસો પર કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવશે
- ઉદ્યાનો અને રમત-ગમતના સ્થળો બંધ રહેશે
મુંબઇઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ઝડપથી વધી રેહલા કોરોના વાઇરસના સંક્રમણને જોતા અઠવાડિયાના અંતે શુક્રવારની રાત્રે આઠ ક્લાકથી સોમવાર સવારે સાત કલાક સુધી લોકડાઉન લાગુ કરવાનું રવિવારે જાહેર કર્યું હતું. પ્રધાન અને એનસીપીના નેતા નવાબ મલિકે મંત્રીમંડળની બેઠક બાદ વાતચીત કરતા આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અઠવાડિયાના અંતે લોકડાઉન સિવાય સોમવારે રાત્રે 8 કલાકથી કડક પ્રતિબંધ પણ લાદવામાં આવશે. તેમણે કહ્યું કે, રાત્રિ કર્ફ્યુ ચાલુ રહેશે અને અઠવાડિયાના બધા દિવસો પર કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવશે.
![કોરોનાનો કહેર: મહારાષ્ટ્રમાં લોકડાઉન, સોમવારથી કડક પ્રતિબંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/_04042021184847_0404f_1617542327_258.jpg)
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં નહીં લાગે લોકડાઉન, ઉદ્ધવ ઠાકરેએ કરી પુષ્ટિ
ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર, શાકભાજી બજારના પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાઓ (એસઓપી) મુજબ કાર્ય કરશે
મલિકે કહ્યું કે, અઠવાડિયાના લોકડાઉન સિવાય 5 એપ્રિલે રાત્રે આઠ કલાકથી કડક પ્રતિબંધો લાદવામાં આવશે, જે અંતર્ગત શોપિંગમોલ, બાર, રેસ્ટોરન્ટ, નાની દુકાનો કેવળ સામાન પેક કરીને લઇ જવા માટે અને પાર્સલ માટે ખુલી રહેશે. સરકારી કચેરીઓને ક્ષમતાના માત્ર 50 ટકાના દરે કામ કરવાની છૂટ આપવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે,ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર, શાકભાજી બજારના પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાઓ (એસઓપી) મુજબ કાર્ય કરશે. તેમણે કહ્યું કે, સાથે જ બાંધકામ સ્થળો પર કામ ત્યારે જ ચાલું કરાશે જયારે કામદારો માટે રહેવાની સુવિધા હશે.
આવશ્યક સેવાઓને રાત્રિ કર્ફ્યુમાં છૂટ આપવામાં આવી
મંત્રીએ કહ્યું કે સિનેમાઘર, નાટક થિયેટરો બંધ રહેશે, ભીડ નહીં થવાની સ્થિતિમાં ફિલ્મો અને ટેલિવિઝનનું શૂટિંગ ચાલુ રાખી શકાશે. ઉદ્યાનો અને રમત-ગમતના સ્થળો બંધ રહેશે. મલિકે કહ્યું કે, ધાર્મિક સ્થળોએ પણ એસ.ઓ.પી.નું પાલન કરવું પડશે, જાહેર પરિવહન સેવા ચાલુ રહેશે. મુંબઈ શહેર સંરક્ષણ પ્રધાન અસલમ શેખે પત્રકારોને જણાવ્યું હતું કે, કચેરીઓને ઘરેથી કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. જોકે તેમાં વીમા, મેડિકલેમ, વીજ વિભાગ અને મ્યુનિસિપલ ઓફિસોનો સમાવેશ થતો નથી. તેમણે કહ્યું કે, આવશ્યક સેવાઓને રાત્રિ કર્ફ્યુમાં છૂટ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ બેગ્લુરુમાં કોઈ લોકડાઉન કે નાઈટ કરફ્યૂ નહીં: CM યેદિયુરપ્પા