- દેશમાં મોતના આંકડામાં અત્યાર સુધીનો રેકોર્ડ તૂટ્યો
- છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 3,49,691 નવા કેસ નોંધાયા
- ભારતમાં કુલ મૃતકોની સંખ્યા વધીને 1,92,311 થઈ
નવી દિલ્હી: દેશમાં કોરોના વાઇરસનો કહેર રોજે રોજ વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં દરરોજ કોરોનાના આંકડાઓ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી થયેલા મોતના આંકડામાં અત્યાર સુધીનો રેકોર્ડ તૂટ્યો છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, કોરોનાના છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 3,49,691 નવા કેસ નોંધાતા દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1,69,60,172 થઈ ગઈ છે. આ ઉપરાંત, 2767 લોકો મૃત્યુ પામ્યા છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની મન કી બાત, કોરોના સંક્રમણ અને ઓક્સિજનની અછત પર કરી શકે છે વાત
દેશમાં 26,82,751 એક્ટિવ કેસ
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં 1,40,85,110 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે, હાલમાં 26,82,751 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં થયેલા મોત બાદ દેશમાં મૃતકોની સંખ્યા વધીને 1,92,311 થઈ ગઈ છે.
આ પણ વાંચો: ઓક્સિજનની અછત સર્જાતા નમો કોવિડ હોસ્પિટલ 96 કલાકમાં જ બંધ થઇ
મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ 42 લાખને પાર
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 42 લાખને પાર કરી ગઈ છે. રાજ્યમાં કુલ કોરોના કેસ 42,28,836 સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67,160 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 676 લોકો મૃત્યુ પામ્યા છે. સારવાર બાદ 63,818 દર્દીઓને સારવાર બાદ ઘરે મોકલી દેવાયા છે.