- રસીકરણ અભિયાને મંગળવારે વધુ એક રેકોર્ડ નોંધાવ્યો
- દર 4 માંથી 1 લાભાર્થીનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે
- 24. 8 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે.
ન્યુઝ ડેસ્ક : ભારતમાં આ સફળતા એ સમયે મળી છે જ્યારે દેશમાં એક્ટિવ કેસ ગત મહિનાથી વધારે સમય બાદ 3 લાખની નીચે આવી ગયા છે. મંગળવારે સાંજ સુધીમાં આ આંકડા મુજબ ભારતમાં 64.25 કરોડ લોકોની કોરોનાની રસી 87.62 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. જ્યારે ચીન બાદ ભારત બીજો એવો દેશ છે જ્યાં સૌથી વધારે લોકોને રસીના ડોઝ અપાયા છે. ભારતના દર 4 માંથી 1 લાભાર્થી એટલે કે 24. 8 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે.
આ પણ વાંચો : Kashi Hindu Universityના વૈજ્ઞાનિકોએ બનાવેલી ઘઉંની નવી પ્રજાતિ માલવિય 838ને PM Modiએ રાષ્ટ્રને સમર્પિત કરી
રસીકરણ અભિયાને મંગળવારે વધુ એક રેકોર્ડ નોંધાવ્યો
ભારતમાં જારી કોરોના રસીકરણ અભિયાને મંગળવારે વધુ એક રેકોર્ડ નોંધાવ્યો છે. હવે ભારતના દર 4 માંથી 1 લાભાર્થી એટલે કે 24. 8 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે એટલે કે બન્ને ડોઝ મળી ચૂક્યા છે. ત્યારે 43.5 ટકા લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળી ચૂક્યો છે. ભારતમાં આ સફળતા એ સમયે મળી છે જ્યારે દેશમાં એક્ટિવ કેસ ગત મહિનાથી વધારે સમય બાદ 3 લાખની નીચે આવી ગયા છે. મંગળવારે સાંજ સુધીમાં આ આંકડા મુજબ ભારતમાં 64.25 કરોડ લોકોની કોરોનાની રસી 87.62 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. જ્યારે ચીન બાદ ભારત બીજો એવો દેશ છે જ્યાં સૌથી વધારે લોકોને રસીના ડોઝ અપાયા છે.
24.8 ટકા વસ્તીનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયુ
જેમાંથી 23 કરોડ 36 લાખ લોકોને કોરોનાના બન્ને ડોઝ અપાઈ ચૂક્યા છે. જ્યારે બાકીના 44 કરોડ 89 લાખ લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ અપાયો છે. આનો અર્થ એ છે કે દેશની 18 વર્ષથી વધારે ઉંમરના 24.8 ટકા વસ્તીનું રસીકરણ થઈ ગયુ છે. આ આંકડો બુધવાકે 25 ટકાને પાર થઈ ગયો છે.
આ પણ વાંચો : રાકેશ ટિકૈતે કેમ કહ્યું કે, ખેડૂતોનું આંદોલન હજી ચાર વર્ષ સુધી ચાલશે?
કયા રાજ્યમાં કેટલું રસીકરણ
બીજી તરફ ભારતના 7 મોટા રાજ્યો રસીકરણમાં હજું પણ રાષ્ટ્રીય ઔસતથી પાછળ છે. યુપીમાં બન્ને ડોઝનો સરેરાશ સૌથી ઓછો 13.6 ટકા છે. બિહારમાં 14.5 ટકા અને ઝારખંડમાં 16.2 ટકા વસ્તીને કોરોનાની રસીના બન્ને ડોઝ લાગ્યા છે. રસીકરણના હેતુથી સપ્ટેમ્બર મહિનામાં ભારતે અત્યાર સુધી 22.5 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે મહિનો ખતમ થવામાં 2 દિવસ બાકી છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં ભારતમાં કુલ 18.35 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા એટલે કે દર રોજ 59 લાખ ડોઝ આપવામાં આવી રહી હતી. આ આંકડા સપ્ટેમ્બરમાં વધીને પ્રતિદિન ઔસત 80 લાખ સુધી પહોંચી ગઈ છે.