- દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,58,727 છે
- કોરોના સંક્રમણના દૈનિક કેસ 40-50 હજારની આસપાસ નોંધાયા છે
- કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,98,88,284 થઇ છે
હૈદરાબાદઃ ભારતમાં કોરોના(corona)ના 43,393 નવા કેસ આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસ(positive case)ની સંખ્યા 3,07,52,950 થઇ છે. 911 નવા મૃત્યુ બાદ કુલ મૃત્યુઆંક 4,05,939 થઇ ગયો છે. કુલ ડિસ્ચાર્જ(discharge)ની સંખ્યા 2,98,88,284 થઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,58,727 છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચોઃ Gujarat Corona Update: રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના થી એક પણ મૃત્યુ નહિ, કુલ 62 કેસ નોંધાયા
વેક્સિનના 36,89,91,222 ડોઝ લગાવવામાં આવ્યા
દેશમાં અત્યારસુધી કોવિડ વેક્સિન(vaccine)ના 36,89,91,222 ડોઝ લગાવવામાં આવ્યા છે. છેલ્લા 24 ક્લાકમાં 40,23,173 ડોઝ લગાવાઇ ચૂક્યા છે.
આ પણ વાંચોઃ India Corona Update: કોરોનાના 24 ક્લાકમાં નવા 45 હજારથી વધુ કેસ
ગુરુવાર સુધી કુલ 42,70,16,605 સેમ્પલ ટેસ્ટ કરાઇ ચૂક્યા છે
ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ અનુસાર ભારતમાં ગઇકાલે ગુરુવારે કોરોના (corona)વાયરસ માટે 17,90,708 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા, ગઇકાલ ગુરુવાર સુધી કુલ 42,70,16,605 સેમ્પલ ટેસ્ટ કરાઇ ચૂક્યા છે.