ETV Bharat / bharat

India Corona Update : 24 કલાકમાં 67,000 નવા કોરોના કેસ નોંધાયા, એક્ટિવ કેસ પણ ઘટ્યા - Covid 19 new cases

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના (India Corona Update) 67,597 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ 1188 સંક્રમિત લોકોએ જીવ ગુમાવ્યો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં 39.80 કરોડથી વધુ લોકો કોરોના મહામારીથી સંક્રમિત થયા છે. તેમાંથી 4.22 કરોડ લોકો ભારતના છે.

India Corona Update
India Corona Update
author img

By

Published : Feb 8, 2022, 9:48 AM IST

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો (India Corona Update) કહેર હવે ધીમે ધીમે ઘટી રહ્યો છે. લગભગ એક મહિના બાદ સતત બીજા દિવસે કોરોનાના 1 લાખથી ઓછા નવા કેસ (corona new cases) નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 67,597 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ, 1188 સંક્રમિત લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,80,456 લોકો કોરોનાથી સાજા થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં 5,04,062 લોકોના મોત

કોરોના મહામારીની (corona pandemic In India) શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 4,,23,39,611 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 5,04,062 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 4,08,4000 લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 10 લાખથી ઓછી છે. કુલ 9,94,891 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 2909 પોઝિટિવ કેસ નોંધાયા,સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા

170 કરોડથી વધુ ડોઝ અપાયા

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, 7 ફેબ્રુઆરી 2022 સુધી દેશભરમાં કોરોના રસીના 170,21,72000 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા દિવસે 55.78 લાખ રસી આપવામાં આવી હતી. તે જ સમયે, ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 74.29 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા દિવસે 13.46 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સોમવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 83 હજારથી વધુ નવા કેસ, 895ના મોત

રિકવરી રેટ 96.19 ટકા

દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.19 ટકા છે, જ્યારે રિકવરી રેટ 96.19 ટકા છે. આ ઉપરાંત, સક્રિય કેસ 2.62 ટકા છે. કોરોના એક્ટિવ કેસની બાબતમાં ભારત હવે વિશ્વમાં 11મા સ્થાને છે. સંક્રમિતોની કુલ સંખ્યાના સંદર્ભમાં ભારત બીજા ક્રમે છે. જ્યારે અમેરિકા બાદ ભારતમાં સૌથી વધુ મૃત્યુ બ્રાઝિલમાં થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.