- ભારતમાં છેલ્લા 24 કલાકમાં 45,576 નવા કોરોના પોઝિટિવ કેસ
- 48,493 લોકો સ્વસ્થ થયા
- કોરોનાથી 585 લોકોના મોત
નવી દિલ્હીઃ દિવાળીના તહેવારો દરમિયાન માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું જેવા નિયમોના લોકોએ કરેલા ઉલ્લંઘનની તેમને સજા મળી રહી હોય તેમ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 45,576 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમજ 585 લોકો મૃત્યુ પામ્યા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા મુજબ અત્યાર સુધી દેશમાં કોરોનાથી 1,31,578 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 48,493 લોકો સ્વસ્થ થયા છે.
કુલ 89,58,484 લોકો સંક્રમિત
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 89,58,484 લોકો સંક્રમિત થઇ ચુક્યા છે, જ્યારે 4,43,303 કોરોના કેસ એક્ટિવ છે. તેમજ સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 83,83,603 છે.