ETV Bharat / bharat

Corona Cases India: છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3 લાખ 17 હજારથી વધુ નવા કોરોના કેસ - ભારતમાંટ કોરોનાના કેસ

છેલ્લા 24 કલાકમાં (last 24 hour Corona cases) દેશમાં કોરોના વાઈરસના ત્રણ લાખ 17 હજાર 532 નવા કેસ નોંધાયા છે અને 491 લોકોના મોત થયા છે.

Corona Cases India
Corona Cases India
author img

By

Published : Jan 20, 2022, 10:30 AM IST

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસ (Coronavirus Cases Today in India) રોગચાળાના કેસ સતત વધી રહ્યા છે. આ સાથે કોરોનાના સૌથી ઝડપથી ફેલાતા પ્રકાર ઓમિક્રોનના કેસમાં પણ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના ત્રણ લાખ 17 હજાર 532 નવા કેસ નોંધાયા છે અને 491 લોકોના મોત થયા છે. ત્યારે અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 9,287 કેસ નોંધાયા (Case of Omicron variant) છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ હવે 16.41 ટકા છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

સક્રિય કેસ વધીને 19 લાખ 24 હજાર 51 થયા

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 19 લાખ 24 હજાર 51 થઈ ગઈ છે. આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 87 હજાર 693 થઈ ગઈ છે. માહિતી અનુસાર બુધવારે બે લાખ 23 હજાર 990 લોકો સાજા થયા હતાં. અત્યાર સુધીમાં 3 કરોડ 58 લાખ 7 હજાર 29 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.

અત્યાર સુધીમાં 159 કરોડથી વધુ ડોઝ અપાયા

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોના વાઈરસ રસીના 159 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. બુધવારે 73 લાખ 38 હજાર 592 ડોઝ આપવામાં આવ્યા હતા. જે બાદ અત્યાર સુધીમાં રસીના 159 કરોડ 67 લાખ 55 હજાર 879 ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 9,287 કેસ નોંધાયા

દેશમાં અત્યાર સુધીમાં 9 હજાર 287 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા છે. મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં વધુ કેસ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ માહિતી આપી છે કે, બુધવારે ભારતમાં કોરોના વાઈરસ માટે 19 લાખ 35 હજાર 180 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ બુધવાર સુધીમાં કુલ 70 કરોડ 93 લાખ 56 હજાર 830 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: SC On Corona Gujarat : કોરોનાથી મૃત્યુ પામતા લોકોના પરિવારોને વળતર અંગે સુપ્રીમે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી

આ પણ વાંચો: Azadi Ka Amrut Mahotsav : PM મોદી આજે 'સ્વતંત્રતાના અમૃત મહોત્સવથી સુવર્ણ ભારત સુધી' કાર્યક્રમને સંબોધશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.