ETV Bharat / bharat

છત્તીસગઢમાં નક્સલી વિસ્તાર અબુઝમાડમાં 60 લોકોને કોરોનાની વેક્સિન અપાઈ - Covid Vaccination

છત્તીસગઢના બીજાપુરના ઘુર નક્સલી વિસ્તારના અબુઝમાડમાં 60 ગ્રામીણોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. આ તમામ લોકોનું વેક્સિનેશન કરવા માટે હોળીમાં બેસીને મેડિકલ ટીમ અહીં પહોંચી હતી. અહીં ગ્રામીણોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.

છત્તીસગઢમાં નક્સલી વિસ્તાર અબુઝમાડમાં 60 લોકોને કોરોનાની વેક્સિન અપાઈ

author img

By

Published : Apr 23, 2021, 10:18 AM IST

  • કલેક્ટરના આદેશ પર મેડિકલ ટીમ પહોંચી નક્સલી વિસ્તારમાં
  • હોળીમાં બેસીને મેડિકલ ટીમ તાકીલોડ પહોંચી હતી
  • ગામમાં 3 ગર્ભવતી મહિલાનું પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું

બીજાપુર (છત્તીસગઢ): દેશમાં કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કોઈ પણ વ્યક્તિ કોરોનાની વેક્સિન વગર ન રહી જાય તે માટે કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. હવે છત્તીસગઢમાં નક્સલી વિસ્તારના અબુઝમાડમાં 60 ગ્રામીણોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. આ તમામ લોકોનું વેક્સિનેશન કરવા માટે નાવથી મેડિકલ ટીમ અહીં પહોંચી હતી. અહીં ગ્રામીણોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.

કલેક્ટરના આદેશ પર મેડિકલ ટીમ પહોંચી નક્સલી વિસ્તારમાં

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકાર મંજૂરી આપશે તો ડ્રોનથી કોરોનાની વેક્સિનની ડિલીવરી થઈ શકશે

200થી વધારે લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું

છત્તીસગઢના ઘુર નક્સલી વિસ્તાર અબુઝમાડમાં મેડિકલ ટીમ પહેલા તો બાઈક પર ઈન્દ્રાવતી નદી પહોંચી હતી. ત્યારબાદ હોળીમાં બેસીને મેડિકલ ટીમ નદીના સામેના કિનારે તાકીલોડ પહોંચી હતી. ગામના 200થી વધારે ગ્રામીણોના આરોગ્યની તપાસ કર્યા બાદ તેમની સારવાર પણ કરવામાં આવી હતી. ભૈરમગઢના સેક્શન મેડિકલ ઓફિસર આદિત્ય સાહુએ કહ્યું હતું કે, કલેક્ટરના નિર્દેશ પર કોવિડ વેક્સિનેશનની ટીમ અહીં પહોંચી હતી.

આ પણ વાંચોઃ પોરબંદરમાં 2 ધન્વંતરિ રથને વેક્સિનેશનની કામગીરીમાં મૂકવામાં આવ્યા

પાત્રતા ધરાવતા 60 લોકોનું વેક્સિનેશન કરાયું

મેડિકલ ટીમે ગ્રામીણોના આરોગ્યની તપાસ કર્યા બાદ પાત્રતા ધરાવતા 60 લોકોને કોરોનાની વેક્સિન આપી હતી. ટીમે તાવ, મેલેરિયા, એનીમિયાથી પીડાતા લોકોની સારવાર પણ કરી હતી. ગામમાં 3 ગર્ભવતી મહિલાનું પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.