નવી દિલ્હી/મુંબઈ/જમ્મુઃ દેશમાં સોમવારથી 15થી 18 વર્ષના કિશોરો માટે કોરોના રસીકરણ અભિયાન (Corona vaccination of Adolescents in India 2022) શરૂ થઈ ગયું છે. ત્યારે પહેલા જ દિવસે 40 લાખથી વધુ કિશોરોને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. તો કેટલાક લાભાર્થીઓ અને તેમના માતાપિતાએ કહ્યું હતું કે, કોરોનાના કેસ વધતા અમે રસીકરણની રાહ જોઈ રહ્યા હતા. આકર્ષક સેલ્ફી પોઈન્ટ લગાવીને કલ્પનાશિલ પોસ્ટર અને રંગીન ફૂગ્ગા લગાવવા સુધઈ, નિયુક્ત રસીકરણ કેન્દ્ર, વધુને વધુ સ્કૂલ અને શૈક્ષણિક સંસ્થા, યુવાઓના સ્વાગત માટે તૈયાર કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાને કિશોરો માટેના કોરોના રસીકરણ અભિયાનને પહેલા દિવસે કિશોરોને પાઠવી શુભેચ્છા
કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Union Health Minister Mansukh Mandvia on adolescent vaccination) ટ્વિટ કરી જણાવ્યું હતું કે, શાબાશ યુવા ભારત! રસીકરણ અભિયાનના (Corona vaccination of Adolescents in India 2022) પહેલા દિવસે રાત્રે 8 વાગ્યા સુધી 15-18 વર્ષના 40 લાખથી વધુ કિશોરોને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. આ ભારતના રસીકરણ અભિયાનમાં (Corona vaccination of Adolescents in India 2022) વધુ એક સિદ્ધિ છે. સોમવારે રાત્રે 8.30 વાગ્યા સુધીના આંકડા અનુસાર, 15થી 18 વર્ષના કિશોરોના 51 લાખથી વધુ લાભાર્થીઓએ અત્યાર સુધી કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન (Registration for corona vaccination on the CoWin portal) કરાવ્યું છે. આ વયજૂથમાં અંદાજિત 7.4 કરોડ બાળકો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi on adolescent vaccination) સોમવારે 15થી 18 વર્ષના કિશોરો માટે રસીકરણ અભિયાનના પહેલા દિવસે રસી લેનારા અને તેમના પરિવારજનોને શુભેચ્છા પાઠવી હતી અને આ અભિયાનમાં વધુને વધુ કિશોરો સામેલ થાય તેવું આહ્વાન કર્યું હતું.
કોરોનાથી રક્ષા આપવાની દિશામાં આ વધુ એક પગલુંઃ વડાપ્રધાન
વડાપ્રધાને ટ્વિટ (PM Narendra Modi's tweet on corona vaccination) કરી જણાવ્યું હતું કે, યુવાઓને કોરોનાથી સુરક્ષા આપવાની દિશામાં આજે અમે એક મહત્ત્વપૂર્ણ (Corona vaccination of Adolescents in India 2022) પગલું ભર્યું છે. રસી લેનારા 15થી 18 વર્ષના વર્ગના તમામ કિશોરોને શુભેચ્છા. તેમના પરિવારજનોને પણ શુભેચ્છા. હું યુવાઓને આગ્રહ કરીશ કે, આગામી દિવસોમાં તેઓ પણ રસી લે. હરમનજોત સિંહ જેવા કેટલાક યુવાઓએ કહ્યું હતું કે, તેઓ પોતાની વયજૂથ માટે રસીની મંજૂરી મળતા જ રસી લેવા માટે ઉત્સુક હતા. જમ્મુમાં એક ખાનગી સ્કૂલમાં 11મા ધોરણના વિદ્યાર્થી હરમનજોત સિંહે કહ્યું હતું કે, હું રસીનો પોતાનો ડોઝ લેવા માટે આ દિવસની રાહ જોઈ રહ્યો હતો. કારણ કે, મહામારીએ અમને છેલ્લા 2 વર્ષમાં વધુ સમય પોતાના ઘરમાં રહેવા માટે મજબૂર કર્યા છે. અમે ઝડપથી સ્કૂલે જવા માગીએ છીએ.
કેન્દ્રિય આરોગ્ય પ્રધાને કિશોરો સાથે કરી વાતચીત
રાષ્ટ્રીય રાજધાનીમાં કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ RML હોસ્પિટલમાં (Mansukh Mandvia Visits RML Hospital) બાળકો માટે કોવિડ-19 રસીકરણ સ્થળની મુલાકાત લીધી અને કેટલાક લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. મોટા ભાગની શાળાઓથી શરૂ થયેલી ઝૂંબેશ સાથે ઘણા મુખ્ય શિક્ષકો અને અન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમને વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. દિલ્હીની સરકારી શાળામાં પોતાના પૂત્રને રસીનો ડોઝ અપાવવાની રાહ જોઈ રહેલી સવિતા દેવીએ કહ્યું, “જ્યારે પણ શાળાઓ ફરી ખૂલતી ત્યારે હું કોવિડને કારણે મારા પૂત્રને શાળાએ મોકલતા ખચકાતી હતી. હવે રાહતની વાત છે કે, તેને રસી મળી ગઈ છે. તો 17 વર્ષના વિદ્યાર્થી રિતેશ ઘોષે કહ્યું હતું કે, તેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ત્રીજી લહેર આવી ગઈ છે અને બીજી લહેર કેટલી ભયાનક હતી એ વિચારીને અમે બધા ડરી ગયા.' જ્યારે 15 વર્ષની વિદ્યાર્થીની રીમા દત્તાએ કહ્યું હતું કે, અમે રાહતનો શ્વાસ લઈ શકીએ છીએ અને રસીના ડોઝ લીધા પછી કોવિડ પ્રોટોકોલને અનુસરો અને ઘરની બહાર નીકળીએ. ઓમિક્રોન લહેર પહેલેથી જ આપણને ડરાવે છે.
છત્તીસગઢમાં કિશોરોમાં રસીકરણ અંગે ઉત્સાહ
જોકે, છત્તીસગઢના રાયપુરની 17 વર્ષીય દીક્ષા પટેલ જેવા અન્ય લોકો પણ હતા, જેમને તેમની ખચકાટ દૂર કરવા તેમના પરિવાર અને મિત્રો પાસેથી કાઉન્સેલિંગની જરૂર હતી. રાયપુરની રહેવાસી 17 વર્ષીય દીક્ષા પટેલે આજે એન્ટી કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. દીક્ષા રસી લેવા થોડી નર્વસ હતી. કારણ કે, તેણીને તેની 'આડ અસર' વિશે થોડી ચિંતા હતી. દીક્ષાએ કહ્યું હતું કે, પહેલા તો તેને રસી લેવા અંગે થોડો ડર લાગ્યો હતો, પરંતુ પરિવાર અને મિત્રોની સમજાવટ બાદ તેણે રસી લઈ લીધી હતી. તેણે જણાવ્યું કે, તેની સાથે તેના ઘણા મિત્રોએ પણ જેઆર દાની સરકારી કન્યા શાળામાં પહેલા જ દિવસે રસીકરણ કરાવ્યું હતું.
શિક્ષકે રસીકરણ બાબતે આપેલી માહિતી અંગે બાળકીએ વ્યક્ત કરી ખુશી
દીક્ષાએ કહ્યું કે, તેમના શિક્ષકે રવિવારે વોટ્સએપ ગૃપમાં એક મેસેજ કર્યો હતો અને તમામ બાળકોને કોરોના રસીકરણ માટે સ્કૂલે આવવાનું કહ્યું હતું. ત્યારબાદ દીક્ષા ચિંતિત થઈ ગઈ હતી. કારણ કે, ગયા વર્ષે એપ્રિલ અને મેમાં કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન તેના પરિવારના ઘણા સભ્યો રસી લીધા પછી બીમાર થઈ ગયા હતા. જોકે, જ્યારે માતા અને પરિવારે ધોરણ 11ની વિદ્યાર્થિની દીક્ષાને સમજાવી હતી. સાથે જ રસીથી ત્રીજી લહેરને કઈ રીતે અટકાવવી તે અંગે દીક્ષાને તેના નજીકના મિત્રો આરતી સાહુ અને બબલી ધ્રુવ સાથે મળીને સમજાવતા તેણે રસી લેવાનું નક્કી કર્યું હતું.
મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને આપ્યા અભિનંદન
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ (Maharashtra Health Minister Rajesh Tope on adolescent vaccination) સોમવારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 15થી 18 વર્ષની વયના બાળકોને કોવિડ-19 વિરોધી રસીકરણ શરૂ કરવા બદલ કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે તેમણે 12થી 15 વર્ષની વયજૂથના બાળકોને રસીકરણ શરૂ કરવા અનુરોધ પણ કર્યો હતો. 25 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 જાન્યુઆરીથી દેશવ્યાપી કોવિડ રસીકરણ કાર્યક્રમમાં 15થી 18 વર્ષની વય જૂથને સામેલ કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા 27 ડિસેમ્બરે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, આ વયજૂથ માટે રસીનો વિકલ્પ માત્ર કોવેક્સિન હશે. તે દરમિયાન કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે સોમવારે એવા અહેવાલોને ફગાવી દીધા હતા કે, દેશમાં કોવિડ વિરોધી રસીઓ સમાપ્તિ તારીખ પછી પણ આપવામાં આવી રહી છે. મંત્રાલયે આવા અહેવાલોને 'બનાવટી અને ભ્રામક' ગણાવ્યા છે.
રસી અંગે કેટલીક ભ્રામક વાતો ફેલાઈ રહી છેઃ મંત્રાલય
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, 'મીડિયામાં કેટલાક અહેવાલો આવ્યા છે કે, ભારતમાં કોવિડ રસીકરણ અભિયાન (Corona vaccination of Adolescents in India 2022) દરમિયાન એક્સપાયરી ડેટ વાળી રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે નકલી અને ભ્રામક છે અને અધૂરી માહિતી પર આધારિત છે. મંત્રાલય દ્વારા સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 33,750 નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,49,22,882 થઈ ગઈ છે. તે જ સમયે, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 1,45,582 થઈ ગઈ છે. તો ઉત્તરપ્રદેશના આગ્રામાં રહેતી 17 વર્ષની છોકરી પૂર્વી નાકરે કહ્યું, 'મને રસીકરણનો કોઈ ડર નહતો. હું મારા અન્ય મિત્રોને શક્ય તેટલી વહેલી તકે આવીને રસી લેવા માટે પ્રોત્સાહિત કરીશ. મહારાષ્ટ્રમાં પણ સોમવારથી 15થી 18 વર્ષના બાળકોનું કોવિડ-19 વિરોધી રસીકરણ શરૂ થયું છે. આ દરમિયાન રસીકરણ પછી પુણેમાં કિશોરોને ફૂલો, પેન અને માસ્ક આપવામાં આવ્યા હતા. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ બાળકો માટે મફત રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું.
મુંબઈમાં 15-20 દિવસથી કોરોનાના કેસ વધ્યા
મુંબઈમાં, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતેના 'જમ્બો કોવિડ-19' કેન્દ્રમાં એક છોકરીને રસીના પ્રથમ ડોઝ સાથે આ વય જૂથ માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના પ્રવાસન અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે, શહેરના મેયર કિશોરી પેડણેકર અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) કમિશનર ઈકબાલસિંહ ચહલ 'ડિજિટલ' માધ્યમ દ્વારા આ ક્ષણના સાક્ષી બન્યા હતા. BKC સેન્ટરમાં મોટી સંખ્યામાં બાળકો રસી લેવા પહોંચ્યા હતા. સત્તાવાર માહિતી અનુસાર, મુંબઈમાં છેલ્લા 15-20 દિવસથી કોવિડ-19ના દૈનિક કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. રવિવારે મુંબઈમાં કોવિડ-19ના 8,063 નવા કેસ નોંધાયા હતા. મુંબઈમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 7,99,520 કેસ નોંધાયા છે અને ચેપને કારણે 16,377 લોકોના મોત થયા છે.
ડો. બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલમાં માત્ર રેલવે કર્મચારીઓના બાળકોને અપાશે રસી
BMCની અખબારી યાદી અનુસાર, ભાયખલામાં ડો. બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલ સિવાય નવ 'જમ્બો COVID-19' કેન્દ્રો પર બાળકોને રસી (Corona vaccination of Adolescents in India 2022) આપવામાં આવશે. ભાયખલાની ડૉ. બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલમાં માત્ર રેલવે કર્મચારીઓના બાળકોને જ રસી અપાશે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, આ વય જૂથના બાળકોને કોવિડ-19 વિરોધી રસી 'કોવેક્સિન'નો માત્ર એક જ ડોઝ આપવામાં આવશે. તો નાગરિક સંસ્થાએ જણાવ્યું હતું કે, BMC સંચાલિત શાળાઓના બાળકો તેમ જ અન્ય શાળાઓના બાળકોને વિનામૂલ્યે રસી આપવામાં આવશે. BMC માતાપિતાને તેમના બાળકોને રસી અપાવવા માટે કહે છે. પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય રસીકરણ અધિકારી ડૉ. સૂર્યકાંત દેવકરે જણાવ્યું હતું કે પૂણેમાં સોમવારે 40 કેન્દ્રો પર આ વય જૂથના બાળકોનું રસીકરણ શરૂ થયું હતું.
તમિલનાડુના મુખ્યપ્રધાને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા કરી વિનંતી
પૂણેના મેયર મુરલીધર મોહોલે શહેરના 40 કેન્દ્રોમાંથી એક દલવી હોસ્પિટલમાં સ્પેશિયલ ડ્રાઈવની ઔપચારિક શરૂઆત કરી હતી. દેવકરે કહ્યું, 'રસીકરણ કરાવ્યા બાદ બાળકોને ગુલાબના ફૂલ, પેન અને માસ્ક આપવામાં આવ્યા હતા.' જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ અહીંની એક સરકારી શાળામાંથી 15-18 વર્ષની વયજૂથના લાભાર્થીઓ માટે કોવિડ-19 રસીકરણ અભિયાન શરૂ કર્યું અને કેન્દ્રશાસિત પ્રદેશમાં લક્ષ્યાંકિત 8.33 લાખ વસ્તીનું રસીકરણ એક સપ્તાહમાં પૂર્ણ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દેશના અન્ય ભાગોની જેમ તમિલનાડુએ 15થી 18 વર્ષની વય જૂથના કિશોરો માટે ખાસ COVID-19 રસીકરણ અભિયાન (Corona vaccination of Adolescents in India 2022) શરૂ કર્યું છે. રાજ્યના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિને આ રસીકરણ અભિયાનની શરૂઆત સરકારી શાળામાં કરી હતી. સ્ટાલિને કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટના જોખમને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવા અને COVID-19 પર સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી હતી. તેમણે લોકોને આ રસીકરણ અભિયાનમાં કિશોરોની ભાગીદારી વધારવા અપીલ કરી હતી.
આ પણ વાંચો- Rajkot Child vaccination 2022 : રાજકોટમાં 80,000 બાળકોના વેક્સિનેશનની શરૂઆત
મધ્યપ્રદેશમાં યુદ્ધના ધોરણે ચલાવવાનું છે રસીકરણ અભિયાનઃ શિવરાજસિંહ
તમિલનાડુએ એક મહિનાની અંદર 15 વર્ષથી 18 વર્ષની વય જૂથના લગભગ 33.46 લાખ શાળાના બાળકોને રસી આપવાનું લક્ષ્ય (Corona vaccination of Adolescents in India 2022) નક્કી કર્યું છે. તેલંગાણા, કેરળ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, મધ્ય પ્રદેશ એવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામેલ છે જેમણે સોમવારે અભિયાન શરૂ કર્યું હતું. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, આપણે યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન ચલાવવાનું છે. કટોકટી વ્યવસ્થાપન સમિતિઓ, સાંસદો, ધારાસભ્યો, સામાજિક કાર્યકરો, સ્વયંસેવકો, ધાર્મિક નેતાઓ, બધાને બાળકોને રસીકરણ માટે અપીલ કરવા વિનંતી કરવામાં આવે છે. ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની રાજધાની ગાંધીનગરના કોબા વિસ્તારની એક શાળામાં અભિયાનની શરૂઆત કરી હતી.
નાગાલેન્ડના આરોગ્ય પ્રધાને લોકોને રસી લેવા કરી અપીલ
દીમાપુર જિલ્લા હોસ્પિટલથી ઝૂંબેશની શરૂઆત કરીને નાગાલેન્ડના આરોગ્ય પ્રધાન એસ પંગ્યુ ફોમે લાભાર્થીઓને આગળ આવવા અને રસી મેળવવાની અપીલ કરી હતી. હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે સોમવારે મંડી ખાતે 15થી 18 વર્ષની વય જૂથના કિશોરો માટે રાજ્યમાં કોવિડ -19 રસીકરણ અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં 15 થી 18 વર્ષની વયજૂથના લગભગ 3.57 લાખ યુવાનો રસીકરણ માટે પાત્ર છે.