ETV Bharat / bharat

દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર ઘટીને 11 થયો, CM કેજરીવાલે ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી - દિલ્હીમાં કોરોનાના કેસ વધ્યા

દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે ડિજિટલ માધ્યમથી પ્રેસ કોન્ફરન્સને સંબોધીત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોરોનાના નવા કેસમાં 6,000 કેસનો ઘટાડો આવ્યો છે. જ્યારે સંક્રમણ દર ઘટીને 11 ટકા થઈ ચૂક્યો છે. આ સાથે જ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, દિલ્હી સરકાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેન્ક બનાવી રહી છે.

દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર ઘટીને 11 થયો, CM કેજરીવાલે ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી

author img

By

Published : May 15, 2021, 1:55 PM IST

  • દિલ્હીના મુખ્યપ્રધાને ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ યોજી
  • દિલ્હીમાં કોરોના સંક્રમણ દર ઘટીને 11 ટકા થયો
  • દિલ્હીમાં કોરોનાના નવા કેસમાં 6,000નો ઘટાડો

નવી દિલ્હીઃ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીની કોરોનાની સ્થિતિ અંગે ડિજિટલી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. હાલમાં કોરોનાના નવા કેસમાં 6,000 સુધીનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ કોરોના સંક્રમણનો દર પણ ઘટીને 11 ટકા થઈ ચૂક્યો છે. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6,500 કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ કોરોનાના કેસ વધતા કોવિડ સુપર સ્પ્રેડર વિસ્તારોમાં કડકતાનું પાલન કરવા સરકારનો આદેશ

દરેક જિલ્લામાં 200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ઉપલબ્ધ કરાવાશે

આ સાથે જ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, દિલ્હી સરકાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેન્ક બનાવી રહી છે. દરેક જિલ્લામાં બે 200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ ડોક્ટર્સની પરવાનગીથી ત્યાંથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર લઈ શકે છે. તેમના ઘરે પહોંચાડવામાં આવશે. આ પહેલમાં ફાઉન્ડેશન અને ગિવ ઈન્ડિયા ફાઉન્ડેશન દિલ્હી સરકારનો સહયોગ કરી રહી છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ બેઠકમાં રસીકરણ અને કોરોના પર ચર્ચા કરી

એક સમયે દિલ્હીમાં કોરોનાના નવા કેસ 20,000 સુધી પહોંચ્યા હતા

આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં કોરોનાના કેસ છેલ્લા થોડા દિવસથી ઘટી રહ્યા છે. એક સમયે દિલ્હીમાં કોરોનાના કેસ વધીને 20,000 સુધી પહોંચ્યા હતા. જોકે, હાલમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં લોકોનું વેક્સિનેશન પણ કરાવવામાં આવી રહ્યું છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.