- કોરોનાકાળમાં સંક્રમિત તેમજ સામાન્ય લોકોને ડરાવે તેવું દ્રશ્ય
- કોરોના સંક્રમિતને બેડ ન મળતા જાહેરમાં બેસી રહેવું પડ્યું
- એક અઠવાડિયામાં જ તંત્ર દ્વારા 30 બેડની સુવિધા ઉભી કરાશે
મહાસમુંદ: છત્તીસગઢથી આવેલી આ તસવીરો ત્યાંની હોસ્પિટલો અને કોરોનાની સ્થિતિ અંગેની વાસ્તવિક્તા દર્શાવે છે. મહાસમુંદ જિલ્લાની આ તસવીરમાં એક કોરોના સંક્રમિત યુવક ઓક્સિજનના સિલિન્ડર સાથે હોસ્પિટલ કેમ્પસમાં ખુરશીમાં બેસેલો નજરે પડી રહ્યો છે. આ યુવક અંદાજે 3 કલાક સુધી ખુરશી પર બેસી રહ્યો હતો. રાજ્યના સંસદીય સચિવ દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવ્યાના બીજા જ દિવસે આ ઘટના બની હતી.
આ પણ વાંચો: છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી હુમલો 22 જવાનો શહિદ
હોસ્પિટલમાં ICU વોર્ડ હાઉસફૂલ
મહાસમુંદ જિલ્લામાં રહેતા આ યુવકનો કોરોના રિપોર્ટ થોડા દિવસ અગાઉ જ પોઝિટિવ આવ્યો હતો. ઓક્સિજન લેવલ ઓછું થતા તે બુધવારે સવારે હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં બેડ ઉપલબ્ધ ન હોવાથી હોસ્પિટલ પરિસરમાં જ ઓક્સિજન સિલિન્ડર આપીને બેસાડી દેવાયો હતો. અંદાજે 3 કલાક સુધી દર્દી આ જ પ્રકારે યોગય સારવારની રાહ જોઈ રહ્યો હતો. હોસ્પિટલમાં હાલ ICU વોર્ડ હાઉસફૂલ થઈ ગયા છે અને સામાન્ય વોર્ડ થોડા જ દિવસોમાં ભરાઈ જાય, તેવી શક્યતાઓ સર્જાઈ રહી છે.
આ પણ વાંચો: છત્તીસગઢ સરકાર નક્સલી હુમલાના શહીદોના પરિવારોને 80 લાખ રૂપિયા આપશે
એક અઠવાડિયામાં શરૂ થશે 30 બેડ ધરાવતો નવો વોર્ડ
સરકારી હોસ્પિટલની આ તસવીર કોરોના કાળમાં સંક્રમિતો તેમજ સામાન્ય લોકોને પણ ડરાવી દે તેવી છે અને હોસ્પિટલના સત્તાધીશોની કામગીરી પર પ્રશ્નો ઉભા કરે છે. આ ઘટના સંદર્ભે CMHO એન. કે, મંડપે જણાવ્યું કે, યુવક માટે બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તેની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 30 બેડ ધરાવતા એક નવા વોર્ડની કામગીરી શરૂ કરી દેવાઈ છે. જે એક અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે.