ETV Bharat / bharat

Omicron Cases in India: દેશમાં ઓમિક્રોનનાં 781 કેસ નોંધાયા, કોરોનાનો રિકવરી રેટ 98.40 ટકા - કોરોનાનો રિકવરી રેટ 98.40 ટકા

ભારતમાં અત્યાર સુધી ઓમિક્રોન (Omicron Cases in India) ના 781 કેસ નોંધાયા છે, દિલ્હીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 238 કેસ નોંધાયા છે. આ માહિતી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય(Ministry of Health and Family Welfare) દ્વારા આપવામાં આવી છે.

Omicron Cases in India
Omicron Cases in India
author img

By

Published : Dec 29, 2021, 11:44 AM IST

નવી દિલ્હી: ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ(Covid-19 new cases) 'ઓમિક્રોન'ના 781 કેસ નોંધાયા છે, જેમાંથી 241 લોકો સાજા થયા છે, આ કેસ 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે(Ministry of Health and Family Welfare) આજે બુધવારે જણાવ્યું હતું કે, દિલ્હીમાં 'ઓમિક્રોન'(Omicron)ના સૌથી વધુ 238 કેસ છે, મહારાષ્ટ્રમાં 167, ગુજરાતમાં 73, કેરળમાં 65 અને તેલંગાણામાં 62 કેસ છે.

સંક્રમિતોની સંખ્યા વધીને 3,48,08,886 થઈ

મંત્રાલય દ્વારા સવારે આઠ વાગ્યે જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 9,195 નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,48,08,886 થઈ ગઈ છે. તે જ સમયે, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 77,002 થઈ ગઈ છે, વધુ 302 સંક્રમિતોના મોત બાદ મૃત્યુઆંક વધીને 4,80,592 થયો છે.

દર્દીઓનો રાષ્ટ્રીય રિકવરી રેટ 98.40 ટકા

દેશમાં સતત 62 દિવસ સુધી કોવિડ-19ના દૈનિક કેસ 15.000થી ઓછા છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 77,002 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.22 ટકા છે. આ દર માર્ચ 2020 પછી સૌથી નીચો છે, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ની સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 1,546નો વધારો નોંધાયો છે. દર્દીઓનો રાષ્ટ્રીય રિકવરી રેટ 98.40 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે.

આ પણ વાંચો : Covid Vaccine Third Jab : કોરોના રસીના ત્રીજા ડોઝ માટે ડૉક્ટરના પ્રમાણપત્રની જરૂર નથી: આરોગ્ય મંત્રાલય

આ પણ વાંચો : Mask Awareness Campaign : ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું માસ્ક અંગે અનોખું જાગૃતિ અભિયાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.