ETV Bharat / bharat

મોત બાદ રઝડ્યો કોરોના ગ્રસ્ત મૃતદેહ, 24 કલાક પછી અંતિમ સંસ્કાર માટે મળ્યું સ્થળ - 6 લોકો સંક્રમિત મળ્યા

નોઈડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં, કોરોનાથી સંક્રમિત વ્યક્તિનું આઇસોલેશન દરમિયાન મૃત્યુ થયું હતું. જેનો અંતિમ સંસ્કાર 24 કલાક બાદ કરવામાં સમય મળ્યો હતો. મૃતકના સંક્રમિત પુત્રએ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.

મોત બાદ રઝડ્યો કોરોના ગ્રસ્ત મૃતદેહ, 24 કલાક પછી અંતિમ સંસ્કાર માટે મળ્યું સ્થળ

author img

By

Published : Apr 13, 2021, 1:25 PM IST

  • અંતિમ સંસ્કાર માટે કોઈ સ્થાન ન હોવાનું કહીને 24 કલાક મૃતદેહ રઝડ્યો
  • પરિવારજનોએ વીડિયો બનાવીને આરોગ્ય સેવાઓ પર સવાલ ઉઠાવ્યા
  • મૃતકના પુત્રએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો

નવી દિલ્હી/નોઈડા: ઘરમાં આઇસોલેશન દરમિયાન કોરોનાથી સંક્રમિત વ્યક્તિના મોતને પગલે શહેરમાં હંગામો મચી ગયો હતો. પરિવારજનોએ વીડિયો બનાવીને આરોગ્ય સેવાઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. સમયસર સારવારના અભાવને લીધે સંક્રમિતનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. આ બાદ, જ્યારે અંતિમ સંસ્કાર માટે સંબંધીઓએ આરોગ્ય વિભાગનો સંપર્ક કરતા વિભાગે, અંતિમ સંસ્કારમાં કોઈ સ્થાન ન હોવાનું કહીને 24 કલાક પછી સમય આપ્યો હતો. ગુસ્સે થયેલા સ્વજનોએ ઈંટરનેટ પર સંક્રમિતના મૃતદેહનો વીડિયો વાયરલ કર્યો હતો. જે બાદ, વહીવટીતંત્ર દોડતું થયું હતું.

આ પણ વાંચો: 1.10 લાખ ચૂકવ્યા છતાં ફાટેલી PPE કિટમાં મૃતદેહ અંતિમ સંસ્કાર માટે મોકલ્યો

રિપોર્ટમાં પરિવારના 6 લોકો સંક્રમિત

76 સેકટરની સોસાયટીમાં પરિવાર સાથે રહેતા 77 વર્ષીય વૃદ્ધનો 24 કલાક પછી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. ગુરુવારે તેની પત્ની, પુત્ર, પુત્રવધૂ અને બન્ને પૌત્ર સાથે કોરોનાના લક્ષણોની સેક્ટર 27ની ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી. તપાસ કર્યા બાદ, રિપોર્ટમાં 6 લોકો સંક્રમિત મળ્યા હતાં. આ બાદ, હોસ્પિટલના ડૉક્ટરે એક્સ-રે અને બ્લડ ટેસ્ટ કરતા તેને પરિવારના અન્ય લોકોને ઘરમાં આઇસોલેશન રાખવામાં આવ્યો હતો.

મોત બાદ રઝડ્યો કોરોના ગ્રસ્ત મૃતદેહ, 24 કલાક પછી અંતિમ સંસ્કાર માટે મળ્યું સ્થળ
મોત બાદ રઝડ્યો કોરોના ગ્રસ્ત મૃતદેહ, 24 કલાક પછી અંતિમ સંસ્કાર માટે મળ્યું સ્થળ

આરોગ્ય વિભાગે મદદ ન કરી

આ દરમિયાન, વિભાગે કોઈ સંપર્ક કર્યો ન હતો. સોમવારે વૃદ્ધની હાલત બગડવાની શરૂઆત થતા સગા સંબંધીએ આરોગ્ય વિભાગનો સંપર્ક કર્યો હતો. પરંતુ, મદદ મળી નહીં. આ કારણે, સારવારના અભાવે તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે, વિભાગને પરિવારે અંતિમવિધી માટે પૂછતા મંગળવાર સુધી રાહ જોવાનું કહ્યું હતું.

આ પણ વાંચો: કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિનો મૃતદેહને 48 કલાક સુધી ફ્રીઝરમાં રાખવો પડ્યો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો

જે બાદ, મોડી સાંજે એક PCR ટીમ સોસાયટીમાં આવી હતી. પરંતુ, તે પણ મદદ વગર પાછા ગયા હતા. બાદમાં મૃતકના પુત્રએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. તે જ સમયે, આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આક્ષેપો પાયાવિહોણા છે. સારવાર કરનાર ડૉક્ટરને નોટિસ મોકલીને માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.