- કુખ્યાત દુષ્કર્મી આસારામને જોધપુર એઈમ્સમાં દાખલ કરાયો
- જોધપુરની જેલમાં આજીવન કેદ ભોગવી રહ્યો છે આસારામ
- કુખ્યાત આસારામના સમર્થકોએ તેને એઈમ્સ હોસ્પિટલ પહોંચાડ્યો
જોધપુરઃ આસારામના સમર્થકો કોરોનાની સારવાર માટે કુખ્યાત આસારામને એઈમ્સ લઈ ગયા હતા. ચોંકાવનારી વાત એ છે કે, સામાન્ય વ્યક્તિ માટે એઈમ્સમાં હંમેશા નો બેડનું બોર્ડ જોવા મળે છે, પરંતુ કુખ્યાત આસારામ માટે બેડ ઉપલબ્ધ હતું.
આ પણ વાંચોઃ કુખ્યાત અંડરવર્લ્ડ ડોન છોટા રાજન કોરોના સંક્રમિત થતા દિલ્હી AIIMSમાં દાખલ કરાયો
આસારામ બુધવારે કોરોના સંક્રમિત થયો
આપને જણાવી દઈએ કે, કુખ્યાત આસારામને જોધપુરની એઈમ્સમાં ઈમરજન્સી એકમના કોવિડ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. આસારામ બુધવારે રાત્રે કોરોના સંક્રમિત થતા તેના સમર્થકો તેને લઈને જોધપુર એઈમ્સ પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ જોધપુરની સેન્ટ્રલ જેલમાં આસારામ બાપુ કોરોના પોઝિટિવ, તબિયત બગડતા ICUમાં દાખલ
આસારામનું ઓક્સિજન લેવલ ઓછું હતું
જોકે, આ પહેલા એક વાર કરવટમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટીમાં પણ મોકલવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ MGSના ડોક્ટર્સે તે માટે ઈનકાર કરી દીધો હતો. કારણ કે, ત્યાં કોલ સેન્ટર નથી. મહાત્મા ગાંધી હોસ્પિટલના અધિક્ષક ડો. રાજશ્રી બેહરાએ જણાવ્યું હતું કે, આસારામ જ્યારે આવ્યો હતો ત્યારે તેનું સેચ્યુરેશન 92 હતું. આજે ઓક્સિજન માસ્ક સાથે 96 હતું. આસારામે પોતે એઈમ્સમાં દાખલ થવાની માગ કરી હતી.