ETV Bharat / bharat

Corona Cases in India : ભારતમાં કોરોનાના 58,097 નવા કેસ, ઓમિક્રોનના કુલ 2,135 કેસ નોંધાયા - ભારતમાં આજે કોવિડ 19 નવા કેસ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના અવિશ્વનીય નવા કેસ(Corona Cases in India) નોંધાયા છે. જે બાદ કોવિડ-19ના કુલ કેસ વધીને 35,018,358 થઈ ગયા છે. જ્યારે દેશમાં કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોન(Omicron Cases in India) પણ ચિંતાનો વિષય બન્યો છે.

Corona Cases in India : ભારતમાં કોરોનાના 58,097 નવા કેસ, ઓમિક્રોનના કુલ 2,135 કેસ

author img

By

Published : Jan 5, 2022, 11:20 AM IST

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસ(Corona Cases in India) હવે ભયજનક આકડાઓ સામે આવી રહ્યા છે. દેશમાં એક દિવસમાં કોવિડ-19 સંક્રમણના(Covid 19 New Cases) 50 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, બંગાળ, કર્ણાટક અને તમિલનાડુમાં કોવિડના કેસોની(Most Omicron cases) સંખ્યામાં વધારો છે.

ઓમિક્રોન ચિંતાનો વિષય

સ્વાસ્થ્ય મંત્રાલય(Union Ministry of Health) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 58,097 નવા કેસ નોંધાયા છે. જે બાદ કોવિડ-19ના કુલ કેસ વધીને 35,018,358 થઈ ગયા છે. જ્યારે દેશમાં કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોન પણ ચિંતાનો(Omicron Cases in India) વિષય બન્યો છે. ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 2,135 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 653 કેસ છે. જ્યારે દિલ્હીમાં 464 કેસ નોંધાયા છે. ઓમિક્રોનના 2,135 દર્દીઓમાંથી, 828 દર્દીઓ સ્વસ્થ થયા પછી ઘરે પાછા ફર્યા છે.

કોરોના સંક્રમણને કારણે 534 લોકોના મૃત્યુ

મળતી માહિતી મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે 534 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં સંક્રમણ કારણે મૃત્યુઆંક વધીને 4,82,551 થઈ ગયો છે. જ્યારે 15,389 લોકો સંક્રમણમાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે અને અત્યાર સુધીમાં 3,43,21,803 લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે. આ ઉપરાંત દેશમાં હજુ પણ સંક્રમણના 2,14,004 સક્રિય કેસ છે.

આ પણ વાંચોઃ Corona In Mumbai: મુંબઈમાં કોરોનાએ મચાવ્યો હડકંપ, ધોરણ-9 સુધીની સ્કૂલો 31 જાન્યુઆરી સુધી કરાઈ બંધ

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, મંગળવારે ભારતમાં કોરોના વાયરસ માટે 13,88,647 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેને લઈને ગઈકાલ સુધીમાં કુલ 68,38,17,242 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે દેશમાં વ્યાપક રસીકરણ અભિયાન(Vaccination Campaign in India) દ્વારા રસીના કુલ 1,47,72,08,846 ડોઝ આપવામાં આવ્યા છે.

ઓડિશામાં કોરોનાનો વિસ્ફોટ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ભુવનેશ્વરના 31 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ(Corona Case in Odisha) હોવાનું જાણવા મળ્યું છે. વાયરસના ફેલાવાને રોકવા માટે શૈક્ષણિક સંસ્થાની હોસ્ટેલને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે. હોસ્ટેલના વિદ્યાર્થીઓ અંદર રહેશે જ્યારે બહારના લોકોને હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ Corona Vaccination પછી પણ 23,239 મુંબઈવાસીઓ થયા કોરોના સંક્રમિત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.