નવી દિલ્હી: 27 ડિસેમ્બરના રોજ દેશભરની હોસ્પિટલોમાં COVID19 કેસનો સામનો કરવા માટે (corona mock drill will be held across the country ) કટોકટી પ્રતિસાદ માટે એક મોક ડ્રીલ હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ સરકારી હોસ્પિટલમાં મોકડ્રીલ માટે જશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન માંડવિયાએ ગુરુવારે રાજ્યસભામાં ભારતની તૈયારીઓ પર સ્વતઃ સંજ્ઞાન લઈને નિવેદન આપ્યું હતું.
સીધી ફ્લાઈટ નથી: કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન માંડવિયાએ કહ્યું (corona india )કે, અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. અત્યારે ચીન અને ભારત વચ્ચે સીધી ફ્લાઈટ નથી પરંતુ લોકો અન્ય રૂટથી આવે છે. આવી સ્થિતિમાં, અમે એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ કે કોઈ અજાણ્યા પ્રકારનો વાયરસ ભારતમાં પ્રવેશ ન કરે અને તે જ સમયે પ્રવાસીમાં કોઈ અવરોધ ન આવે.