ETV Bharat / bharat

Controversial Statement By Dhariwal: રેપને લઇને ધારીવાલના નિવેદન પર ભડક્યું ભાજપ, પ્રધાનને બરતરફ કરવાની કરી માંગ - ભારતમાં બળાત્કારના કારણો

રાજસ્થાન વિધાનસભામાં બુધવારના પોલીસ ગ્રાન્ટની માંગ પર બોલતા પ્રધાન શાંતિ ધારીવાલે (Controversial Statement By Dhariwal) બળાત્કારને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે રાજસ્થાન બળાત્કારમાં નંબર વન છે. એમાં ક્યાંકને ક્યાંક ભૂલ છે. ગમે તેમ પણ આ રાજસ્થાન મર્દોની ભૂમિ રહી છે તેનું શું કરવું?

Controversial Statement By Dhariwal: રેપને લઇને ધારીવાલના નિવેદન પર ભડક્યું ભાજપ, પ્રધાનને બરતરફ કરવાની કરી માંગ

author img

By

Published : Mar 10, 2022, 12:36 PM IST

જયપુર: રાજસ્થાન વિધાનસભા (rajasthan assembly 2022)માં પોલીસની ગ્રાન્ટની માંગો પર રાજસ્થાન કોંગ્રેસ સરકારના પ્રધાન શાંતિ ધારીવાલે (Controversial Statement By Dhariwal) પોતાની વાત રાખતા રેપને લઇને વિવાદાસ્પદ (Statement About Rape In India) નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે 2 રીતે રેપ થાય છે. એક રેપ વિથ મર્ડર (Rape With Murder In UP) અને બીજો રેપ. રેપ એન્ડ મર્ડરમાં ઉત્તરપ્રદેશ નંબર 1 છે તો રાજસ્થાન 11માં નંબર પર (Rape Cases In Rajasthan) છે, પરંતુ દુષ્કર્મના મામલે રાજસ્થાન નંબર 1 એમાં કોઈ બેમત નથી.

દુષ્કર્મ માટે ઇન્ટરનેટને ગણાવ્યું મુખ્ય કારણ

તેમણે જણાવ્યું કે, ક્યાંકને ક્યાંક ભૂલ છે. ત્યારબાદ વિવાદાસ્પદ નિવેદન આપતા તેમણે કહ્યું કે, આમ પણ આ રાજસ્થાન તો મર્દોનો પ્રદેશ રહ્યો છે યાર, તેનું શું કરવું? આમ કહીને ધારીવાલ હસ્યા તો અનેક પ્રધાન અને કોંગ્રેસ ધારાસભ્ય (Congress MLAs Rajasthan) પણ હસવા લાગ્યા. તેમણે દુષ્કર્મ (Reasons Of Rape In India) માટે સૌથી મુખ્ય કારણ ઇન્ટરનેટને ગણાવતા કહ્યું કે, આનું મૂળ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા છે.

આ પણ વાંચો: Alwar Girl Rape Case: અલવરમાં મુકબધિર બાળકી સાથે દુષ્કર્મના કેસમાં પ્રિયંકા ગાંધીએ પીડિતાના પિતા સાથે ફોન પર કરી વાત

મહિલા સુરક્ષાના મુદ્દાથી ભાજપ ધ્યાન ભટકાવે છે

તેમણે જણાવ્યું કે, આમાં બેરોકટોક અશ્લિલ સામગ્રી પીરસવામાં આવી રહી છે. હવે આ અશ્લિલ સામગ્રીને કોણ રોકી શકે છે, શું રાજસ્થાનની સરકાર રોકી શકે છે? અથવા કેન્દ્રની અફીણી સરકાર આને રોકશે? ધારીવાલે મહિલા અપરાધોને લઇને ભાજપા સરકારને કઠેડામાં ઊભી કરી છે. તેમણે કહ્યું કે, મહિલા સુરક્ષા (Women Safety In Rajasthan)ને લઇને હોબાળો કરીને ભાજપા ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં થનારા મહિલા અપરાધોથી ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરે છે.

આ પણ વાંચો: Rajasthan Rave Party : આણંદના CID ઇન્સ્પેક્ટર સાથે 24 લોકો રેવ પાર્ટીમાં ઝડપાયા

ગૃહમાંથી ભાજપના નેતાઓનું વોકઆઉટ

તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશ જ્યાંથી PM મોદી સાંસદ છે અને યોગી આદિત્યનાથ મુખ્યપ્રધાન છે. ત્યાં મહિલા અપરાધ સૌથી વધારે છે. જેવી શાંતિ ધારીવાલે આ વાત કહી, ત્યારબાદ ભાજપ તરફથી ગૃહમાં હોબાળો કરવામાં આવ્યો અને નારેબાજી કરતા ભાજપા ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું. ભાજપ નેતાઓના વોકઆઉટ કર્યા બાદ ધારીવાલે કહ્યું કે, આ ઇન્ટોલરન્સવાળા લોકો છે જે હકીકત સહન નથી કરી શકતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.